For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજધાની દિલ્હીમાં આ વખતે સૌથી ક્લિન દિવાળી, નિયમ તોડનાર 210 લોકોની ધરપકડ

દેશની રાજધાનીમાં દરરોજ શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ રહ્યું છે, જે રીતે હવામાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે તે લોકો માટે એક મોટી સમસ્યા છે.

|
Google Oneindia Gujarati News

દેશની રાજધાનીમાં દરરોજ શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ રહ્યું છે, જે રીતે હવામાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે તે લોકો માટે એક મોટી સમસ્યા છે. દિવાળી પછી, દિલ્હીની હવામાં પ્રદૂષણનું સ્તર નોંધપાત્ર રીતે વધે છે. પરંતુ છેલ્લાં ચાર વર્ષોની વાત કરીએ તો દિવાળી પછી આ વર્ષે દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ ઓછું છે. છેલ્લાં ચાર વર્ષોની તુલનામાં, દિલ્હીમાં આ વર્ષે દિવાળી પછી વાયુ પ્રદૂષણનું પ્રમાણ ઓછું નોંધાયું છે. તેનું મુખ્ય કારણ એ છે કે દિલ્હીમાં ફક્ત ગ્રીન ફટાકડા ફોડવા દેવામાં આવ્યા હતા, જેના કારણે લોકોએ ઓછી સંખ્યામાં ફટાકડા ફોડ્યા હતા.

210 લોકોની ધરપકડ

210 લોકોની ધરપકડ

દિવાળી પર દિલ્હીમાં રાત્રે 8 વાગ્યા પછી ફટાકડા ફોડવાની પ્રક્રિયા તીવ્ર બની હતી, ત્યારબાદ પોલીસે 371 લોકો સામે ગુનો નોંધ્યો હતો અને નિયમોના ભંગ બદલ 210 થી વધુ લોકોની ધરપકડ કરી હતી. જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે રાત્રે 8 થી 10 વાગ્યાની વચ્ચે ફક્ત ગ્રીન ફટાકડા ફોડી શકાશે. રવિવારે બપોરે 3 વાગ્યે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 337 નોંધાયો હતો, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. પરંતુ જોરદાર પવનને કારણે હવામાં પ્રદૂષણનું સ્તર ઘટી ગયું હતું અને તે રાત્રે 8 વાગ્યા સુધીમાં 316 પર પહોંચી ગયો હતો.

દિવાળી દરમિયાન આ વખતે ઓછું પ્રદૂષણ

દિવાળી દરમિયાન આ વખતે ઓછું પ્રદૂષણ

તમને જણાવી દઈએ કે વર્ષ 2015 માં દિવાળી નિમિત્તે દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 360 હતો, જે ખૂબ જ ખરાબ વર્ગમાં આવે છે. જ્યારે 2016 માં તે 445 પર પહોંચી ગયો હતો જે ગંભીર કેટેગરીમાં આવે છે. અનુક્રમે 2017માં 403 અને 2018માં 290 પર પહોંચી ગયો હતો, તેથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દિવાળીના સમયે છેલ્લા ચાર વર્ષ દરમિયાન આ વખતે દિલ્હીનું પ્રદૂષણ સ્તર ઓછું છે. છેલ્લા ચાર વર્ષથી પ્રદૂષણના સ્તરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

સોમવારે હવાના પ્રદુષણમાં થયો વધારો

સોમવારે હવાના પ્રદુષણમાં થયો વધારો

રવિવારે રાત્રે લોકોએ ફટાકડા ફોડવાનું શરૂ કર્યું ત્યારે ફરી એક વખત પ્રદૂષણનું સ્તર વધ્યું. સોમવારે સાંજે 4 વાગ્યે, હવાની ગુણવત્તાની 368 પર પહોંચી, જે ખૂબ જ નબળા વર્ગમાં આવે છે. સોમવારે રાત્રે 10 વાગ્યે, એર ક્વોલિટી ઈન્ડેક્સ આ સિઝનમાં પહેલીવાર ગંભીર સ્તરે પહોંચ્યો હતો અને 376 નોંધાયો હતો. આજે પવનની ગતિ ધીમી રહેવાની સંભાવના છે અને પરાળી સળગાવવાના કારણે દિલ્હીની હવા આજે ખરાબ થઈ શકે છે. માનવામાં આવે છે કે આના કારણે દિલ્હીના પ્રદૂષણમાં 25 ટકાનો વધારો થઈ શકે છે.

આ પણ વાંચો: કપિલ મિશ્રા સામે ફરિયાદ નોંધાઈ, દિવાળી પર કર્યુ હતુ વિવાદિત ટ્વિટ

English summary
cleanest diwali in delhi in last 4 years more than 210 arrested for breaking norms
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X