For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૉન્ટ્રાક્ટ કર્મચારીઓના દિવાળી બોનસ માટે સીએમ કેજરીવાલે કરી મોટી ઘોષણા

દિલ્લી સરકારે તેના તમામ વિભાગો અને એજન્સીઓને પોતાને ત્યાં આઉટસોર્સ્ડ કંપનીઓ દ્વારા કૉન્ટ્રાક્ટ પર તૈનાત કામદારોને દિવાળી પર બોનસ આપવા કહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લી સરકારે તેના તમામ વિભાગો અને એજન્સીઓને પોતાને ત્યાં આઉટસોર્સ્ડ કંપનીઓ દ્વારા કૉન્ટ્રાક્ટ પર તૈનાત કામદારોને દિવાળી પર બોનસ આપવા કહ્યુ છે. શ્રમ વિભાગે આ સૂચના આઉટસોર્સ કંપનીઓ દ્વારા તૈનાત કર્મચારીઓની ફરિયાદો બાદ આપી છે.

arvind kejriwal

રોજગાર મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ એડવાઈઝરી જણાવે છે કે તમામ કૉન્ટ્રાક્ટર સંસ્થાઓ, જેમણે એકાઉન્ટિંગ વર્ષ દરમિયાન કોઈપણ દિવસે 20 કે તેથી વધુ કામદારોને રોજગારી આપી હોય, તે પેમેન્ટ ઓફ બોનસ એક્ટ, 1965 હેઠળ આવરી લેવામાં આવે છે. તેમના કર્મચારીઓને બોનસ ચૂકવવાની તેમની પાસે વૈધાનિક જવાબદારી છે. ઉલ્લેખનીય છે કે દિલ્લી સરકારના વિવિધ વિભાગોમાં મોટી સંખ્યામાં કૉન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ તૈનાત છે.

શ્રમ વિભાગને વિભાગમાં તૈનાત કર્મચારીઓ તરફથી એવી ફરિયાદો મળી રહી હતી કે તેમને નોકરીદાતા કંપનીઓ તરફથી બોનસ જેવી સુવિધા મળતી નથી, જ્યારે પેમેન્ટ ઑફ બોનસ એક્ટ 1965 મુજબ બોનસ આપવાના નિયમો રાજ્ય સરકારો દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થાઓ સહિત તમામ ખાનગી સંસ્થાઓને કે જેમણે હિસાબી વર્ષ દરમિયાન કોઈપણ દિવસે 20 કે તેથી વધુ કામદારોને રોજગારી આપી હોય તેમને લાગુ પડે છે.

English summary
CM Arvind Kejriwal's big announcement for Diwali Bonus of contract employees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X