For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાબિયા સ્કૂલ પહોંચ્યા અરવિંદ કેજરીવાલ, કહ્યું સખત કાર્યવાહી થશે

રાજધાની દિલ્હીની પ્રાઇવેટ ગર્લ્સ સ્કૂલ ઘ્વારા 59 બાળકીઓને બંધક બનાવવાનો મામલો વેગ પકડી રહ્યો છે. સ્કૂલની આ હરકત પછી દિલ્હી સરકારે કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો હતો.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

રાજધાની દિલ્હીની પ્રાઇવેટ ગર્લ્સ સ્કૂલ ઘ્વારા 59 બાળકીઓને બંધક બનાવવાનો મામલો વેગ પકડી રહ્યો છે. સ્કૂલની આ હરકત પછી દિલ્હી સરકારે કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો હતો. આ મામલે એફઆઈઆર પણ નોંધાઈ ચુકી છે. જ્યાં ગુરુવારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ રાબિયા સ્કૂલ પહોંચ્યા હતા જ્યાં તેમને સ્કૂલ પ્રિન્સિપાલ અને હાજર રહેલા પરિજનો સાથે વાતચીત કરી. આપણે જણાવી દઈએ કે બાળકીઓને બંધક બનાવવા માટે પરિજનોમાં ભારે રોષ છે અને તેનો સ્કૂલ વિરુદ્ધ સખત પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.

આખા મામલાની જાંચ કરવામાં આવશે

આખા મામલાની જાંચ કરવામાં આવશે

સીએમ અરવિંદ કેજરીવાલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને સ્કૂલ પ્રિન્સિપાલ ફરાહ દીબા સાથે વાત કરી છે અને તેમને સૂચના આપી છે કે આવી ઘટના ભવિષ્યમાં ના થાય. તેમને જણાવ્યું કે તેમને પરિજનો સાથે પણ વાત કરી છે. આખા મામલે જે લોકો દોષી હશે તેમની સામે સખત પગલાં લેવામાં આવશે. આખા મામલે જાંચ કરવામાં આવશે.

પૂર્વ વિધાર્થિનીઓ સ્કૂલના સમર્થનમાં

પૂર્વ વિધાર્થિનીઓ સ્કૂલના સમર્થનમાં

જયારે બીજી બાજુ સ્કૂલની પૂર્વ વિધાર્થિનીઓ ઘ્વારા સ્કૂલનું સમર્થન કરવામાં આવ્યું છે. તેમને જણાવ્યું કે 59 છોકરીઓને બંધ કરવામાં આવી ના હતી પરંતુ તેમને લાઈનમાં અલગ રાખવામાં આવ્યા હતા. આ પહેલા બુધવારે રાબિયા સ્કૂલ પ્રિન્સિપાલ ફરાહ દીબા ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે બેઝમેન્ટમાં બાળકો રમે છે ત્યાં તેમની દેખરેખ માટે બે શિક્ષિક હાજર હોય છે. સ્કૂલ પર બાળકીઓને બંધક બનાવવાનો આરોપ ખોટો છે.

છોકરીઓ ભોંયરામાં લૉક કરવામાં આવી હતી

છોકરીઓ ભોંયરામાં લૉક કરવામાં આવી હતી

આપણે જણાવી દઈએ કે રાબિયા ગર્લ્સ સ્કૂલના વાલીઓ ઘ્વારા સમયસર પૈસા નહીં ચુકાવવાને કારણે કેજી અને નર્સરીની બાળકીઓને ભોંયરામાં લૉક કરવામાં આવી હતી. બાળકીઓ ઘ્વારા જયારે ઘરે આવીને આ ઘટના વિશે માતાપિતાને જણાવ્યું, ત્યારે દિલ્હી પોલીસે માતાપિતાની ફરિયાદ પર માસૂમ બાળકીઓ સાથે ક્રૂરતા અને ખોટી રીતે તેમને સ્કૂલના ભોંયરામાં 5 કલાક સુધી બંધ કરવા માટે કેસ નોંધવામાં આવ્યો છે.

English summary
CM arvind kejriwal visits Rabea Girls Public School and says strict action will be taken
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X