For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓરિસ્સાઃ CM પટનાયકે PM મોદીને પત્ર લખી પુરીમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવા કર્યો આગ્રહ

ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પુરીમાં એક ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની માંગ કરી છે.

|
Google Oneindia Gujarati News

ભૂવનેશ્વરઃ International Airport in Odisha: ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પુરીમાં એક ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની માંગ કરી છે. નવીન પટનાયકે આ આગ્રહ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે અનુરોધ કર્યો છે કે રાજ્યમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી પુરી શહેરમાં એક ઈન્ટરનેશનલ એરપોર્ટનુ નિર્માણ કરાવવામાં આવે.

puri

એરપોર્ટ બનાવવાથી દુનિયાભરના શ્રદ્ધાળુઓ જોડાશે પુરી સાથે

નવીન પટનાયકે પત્રમાં લખ્યુ છે કે પીએમ મોદી નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પ્રાથમિકતાના આધારે પુરીમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પરિયોજનાની શરૂઆત કરવા માટે કહે. પટનાયકે કહ્યુ કે આ પ્રસ્તાવિત એરપોર્ટનુ નામ પણ શ્રી જગન્નાથ પુરી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે. તેમણે કહ્યુ કે પુરીમાં એરપોર્ટ બનવાથી દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓને અહીં આવવામાં ઘણી મદદ મળશે.

New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

એરપોર્ટના નિર્માણમાં મદદ કરશે રાજ્ય સરકારઃ નવીન પટનાયક

નવીન પટનાયકે કહ્યુ છે કે રાજ્ય સરકારે એરપોર્ટના નિર્માણ માટે ભૂમિ પણ ચિહ્નિત કરી લીધી છે અને રાજ્ય સરકાર એરપોર્ટના નિર્માણમાં દરેક પ્રકારની સંભવ મદદ માટે તૈયાર રહેશે. નવીન પટનાયકે કહ્યુ કે કોણાર્કનુ સૂર્ય મંદિર પણ પુરીથી માત્ર 35 કિલોમીટર દૂર છે જે યુનેસ્કોનુ વિશ્વ ધરોહર સ્થળ છે. એવામાં ત્યાં જવા માટે પણ વિઝિટર્સ પુરી એરપોર્ટનો જ ઉપયોગ કરશે. પટનાયકે કહ્યુ, 'અમારુ માનવુ છે કે પુરી આધ્યાત્મિક પર્યટન અને આર્થિક ગતિવિધિઓનુ કેન્દ્ર બનવાની ક્ષમતા ધરાવે છે.'

'વેક્સીનનો ડોઝ કેટલો, કેટલી કિંમત, કોને મળશે?' જાણો જવાબ'વેક્સીનનો ડોઝ કેટલો, કેટલી કિંમત, કોને મળશે?' જાણો જવાબ

ભગવાન જગન્નાથનુ નિવાસ સ્થાન છે પુરી શહેર

તમને જણાવી દઈએ કે ઓરિસ્સાનુ પુરી શહેર ભગવાન જગન્નાથના નિવાસ તરીકે માનવામાં આવે છે. આ ચાર ધામોમાંનુ એક છે અને દુનિયાભરના હિંદુઓ દર વર્ષે આ મંદિરમાં યાત્રા કરવા આવે છે. જગન્નાથ પુરી રથયાત્રા અહીંનો એક વિશ્વ પ્રસિદ્ધ વાર્ષિક કાર્યક્રમ છે જેમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.

શું છે આ દેશભરમાં આજથી શરૂ થયેલ કોરોના વેક્સીનની ડ્રાઈ રનશું છે આ દેશભરમાં આજથી શરૂ થયેલ કોરોના વેક્સીનની ડ્રાઈ રન

English summary
CM Naveen Patnaik urges PM Modi to build international airport in Puri.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X