For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM નારાયણસામીઃ હિટલરની બહેન જેવા છે કિરણ બેદી, લોહી ઉકળી ઉઠે છે મારુ જ્યારે..

પુડુચેરીના મુખ્યમંત્રી નારાયણસામી અને ઉપરાજ્યપાલ કિરણ બેદી વચ્ચે વિવાદ એક વાર ફરીથી સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

પુડુચેરીના મુખ્યમંત્રી નારાયણસામી અને ઉપરાજ્યપાલ કિરણ બેદી વચ્ચે વિવાદ એક વાર ફરીથી સામે આવ્યો છે. મુખ્યમંત્રી નારાયણસામીએ એલજી કિરણ બેદીના વલણ પર સવાલ ઉઠાવ્યો અને વિવાદિત નિવેદન આપીને તેમનુ તુલના હિટલર સાથે કરી દીધી. જો કે આ કોઈ પહેલી વાર નથી. પુડુચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદી અને સીએમ વચ્ચે ટક્કરની સ્થિતિ ઘણી જૂની છે, આ પહેલા નારાયણસામીએ કિરણ બેદીને દાનવ કહ્યા હતા.

kiran bedi

મુખ્યમંત્રી નારાયણસામી ઘણીવાર કિરણ બેદીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા રહ્યા છે. તેમના પર સરકારના કાર્યોમાં દખલ દેવાનો આરોપ લગાવતા રહ્યા છે. તેમનુ કહેવુ છે કે કિરણ બેદી ઉપરાજ્યપાલ હોવાના કારણે બિનજરૂરી રીતે હસ્તક્ષેપ કરે છે અને તેમના નિર્ણયોને ફગાવી દે છે. તેમણે કહ્યુ કે તે મંત્રાલયના દરેક નિર્ણયમાં દખલ દઈ રહ્યા છે.

તેમણે કહ્યુ કે કિરણ બેદીનુ વલણ હિટલરની બહેન જેવુ છે. તેમણે કહ્યુ કે જ્યારે મને બેદી પાસેથી અમારા નિર્ણયોની ફાઈલો પાછી મળે છે ત્યારે મારુ લોહી ઉકળવા લાગે છે અને હું ચિડાઈ જઉ છુ. નારાયણસામીએ કહ્યુ કે અત્યાર સુધી દેશમાં કોઈ પણ રાજ્યપાલ કે ઉપરાજ્યપાલ કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના નિયમિત પ્રશાસનમાં 'હસ્તક્ષેપ' નહોતા કરતા પરંતુ કિરણ બેદી વારંવાર આવુ કરીને સરકારના નિર્ણયોમાં દખલ દે છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસ ધારાસભ્યએ સંસદમાં સ્પીકરને આપી 'ફ્લાઈંગ કિસ', જાણો સમગ્ર મામલોઆ પણ વાંચોઃ કોંગ્રેસ ધારાસભ્યએ સંસદમાં સ્પીકરને આપી 'ફ્લાઈંગ કિસ', જાણો સમગ્ર મામલો

English summary
CM V Narayanasamy said Kiran Bedi "appears to be sister of German dictator Adolf Hitler" and his blood pressure "shoots up" whenever she negates cabinet decisions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X