CM યોગી આદિત્યનાથની ઓફિસનુ ટ્વિટર એકાઉન્ટ થયુ હેક, જાણો હેકર્સે શુ કર્યું?
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલય (CMO)નું ટ્વિટર એકાઉન્ટ શનિવારે હેક થયા બાદ રિકવર કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલય (CMO)નું ટ્વિટર એકાઉન્ટ શનિવારે હેક કરવામાં આવ્યું હતું. યુપીના સીએમઓ (@CMOfficeUP)ના ટ્વિટર એકાઉન્ટ પર હાલમાં 40 લાખ ફોલોઅર્સ છે.
હેકર્સે એકાઉન્ટ હેક કરી શું કર્યું?
હેકનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે UP CMO Twitter હેન્ડલનો ઉપયોગ કરીને અજાણ્યા હેકર્સે "Twitter પર તમારું BAYC/MAYC એનિમેટેડ કેવી રીતે ચાલુ કરવું" નામે ટ્યુટોરીયલ પર આધારિત પોસ્ટ પબ્લિશ કરી હતી.
વધુમાં, UP CMO એકાઉન્ટ પર પ્રોફાઇલ પિક્ચર તરીકે કાર્ટૂનિસ્ટના ચિત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અજાણ્યા હેકર્સે UP CMO એકાઉન્ટ પર કેટલીક રેન્ડમ ટ્વીટ્સનો થ્રેડ પણ પોસ્ટ કરી છે.
સોશિયલ મીડિયા યુઝર્સે યુપી પોલીસ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ટેગ કરતા હેક થયેલા એકાઉન્ટના સ્ક્રીનશોટ શેર કર્યા છે. અધિકારીઓ એક્શનમાં આવ્યા અને એકાઉન્ટ રિકવર કર્યું. હેકર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તમામ ટ્વીટ્સ ડિલીટ કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ પણ હેક કરવામાં આવ્યું હતું
આ પહેલીવાર નથી જ્યારે કોઈ સરકારી વિભાગ અથવા પ્રભાવશાળી વ્યક્તિનું ટ્વિટર હેન્ડલ હેક થયું હોય. ગયા વર્ષે ડિસેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અંગત ટ્વિટર એકાઉન્ટ પણ થોડા સમય માટે હેક થયું હતું. નોંધનીય રીતે, હેકર્સે પીએમના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કર્યું હતું જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે "અધિકૃત રીતે કાનૂની ટેન્ડર તરીકે બિટકોઇનને અપનાવ્યું છે."
Uttar Pradesh Chief Minister Office's Twitter account hacked. pic.twitter.com/aRQyM3dqEk
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 8, 2022