જમ્મુ કાશ્મીરમાં સેનાના જવાનોના મોત પર સીએમ યોગીએ ટ્વિટ કરીને કહી આ વાત
લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેને જમ્મુ-કાશ્મીરમાં ટ્રકમાં આગ લાગવાથી થયેલ સેનાના જવાનોના મોત પર ઉંડો શોક વ્યક્ત કર્યો છે.

યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે સેનાના વીર જવાનોના નિધન પર શોક વ્યક્ત કરીને તેમના પ્રત્યે પોતાની વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે ઈશ્વરને દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી અને તેમના શોકમગ્ન પરિવારજનો પ્રત્યે પોતાનુ દુઃખ વ્યક્ત કર્યુ.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે ટ્વિટ કરીને પોતાની શોક સંવેદનાઓ વ્યક્ત કરી. ટ્વીટમાં તેમણે કહ્યુ કે જમ્મુ-કાશ્મીરમાં ટ્રકમાં આગ લાગવાથી થયેલા અકસ્માતમાં સેનાના જવાનોના મોત હૃદયદ્રાવક છે. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારના સભ્યો સાથે છે. વીર સપૂતોને નમ્ર શ્રદ્ધાંજલિ! ભગવાન શ્રી રામ દિવંગત આત્માઓને તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે.












Click it and Unblock the Notifications
