For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

DSK લોન કેસ: બેંક ઓફ મહારાષ્ટ્રના CMD સહિત ઘણા મોટા અધિકારીઓની ધરપકડ

બેંક ઓફ મહારાષ્ટ્રના એમડી સીઈઓ રવિન્દ્ર મરાઠે અને કો-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આર કે ગુપ્તા સાથે ધરપકડ કરી લેવામાં આવી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

બેંક ઓફ મહારાષ્ટ્રના એમડી સીઈઓ રવિન્દ્ર મરાઠે અને કો-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આર કે ગુપ્તા સાથે ધરપકડ કરી લેવામાં આવી છે. બંનેની 3000 કરોડ રૂપિયાના ડીએસકે ગ્રુપ લોન ડિફોલ્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ મામલે બેંકના પૂર્વ સીએમડી સુશીલ મનોતને પણ જયપુર થી પકડી લેવામાં આવ્યો છે. આરોપ છે કે આ લોકોએ નાદાર થઇ ચૂકેલા ડીએસકે ગ્રૂપને ખોટી રીતે લોન અપાવવામાં મદદ કરી.

bank of maharashtra

આર્થિક અપરાધ શાખા ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે બેંકના ધરપકડ કરવામાં આવેલા અધિકારીઓ અને પૈસે લેનાર કંપની વચ્ચે સાઠગાંઠ હતી. જેને કારણે તેમને કંપનીને આટલી મોટી રકમ સરળતાથી આપી દીધી. હાલમાં ધરપકડ કરવામાં આવેલા બેંક અધિકારીઓ વિરુદ્ધ બેઈમાની, ક્રિમિનલ કોન્સપરંસી, અને બ્રેચ ઓફ ટ્રસ્ટનો મામલો નોંધી લેવામાં આવ્યો છે.

ડીએસકે ગ્રૂપના પ્રમુખ ડીએસ કુલકર્ણી પુણેના બિલ્ડર છે, જેમના પર 4000 જેટલા રોકાણકારો સાથે દગાખોરી કરવાનો આરોપ છે. ડીકે અને તેમની પત્ની હેમંતીને આ વર્ષે ફેબ્રુઆરીમાં ક્રાઇમ બ્રાન્ચ ઘ્વારા પકડી લેવામાં આવ્યા હતા. કુલકર્ણી પર બેંકના પૈસા નહીં ચૂકવવા અને સમયસર ફ્લેટ નહીં આપવાનો પણ આરોપ છે. કુલકર્ણી પર રોકાણકારોના 230 કરોડ રૂપિયા નહીં ચૂકવ્યાનો પણ આરોપ છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે ગયા મહિને મહારાષ્ટ્ર સરકાર ઘ્વારા ડીએસ કુલકર્ણી અને તેમની પત્ની હેમંતિની 124 સંપત્તિ, 276 બેંક એકાઉન્ટ અને 46 ગાડીઓ જપ્ત કરવાનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું.

English summary
CMD Of bank of maharashtra and five others arrested in DSK fraud case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X