For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરમાં ત્રણ મહિના સુધી બંધ રહેશે કોચિંગ સેન્ટર

જમ્મુ કાશ્મીર સરકારે રાજ્યમાં ત્રણ મહિના સુધી કોચિંગ સેન્ટર બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીર સરકારે રાજ્યમાં ત્રણ મહિના સુધી કોચિંગ સેન્ટર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જમ્મુ કાશ્મીર સરકારમાં શિક્ષા મંત્રી અલ્તાફ બુખારી ઘ્વારા જાણકારી આપવામાં આવી છે કે સરકાર આ સમયે સારી રીતે વિધાર્થીઓના સ્કુલ અને જરૂરી શિક્ષા આપવા માટે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પરંતુ સરકારના નિર્ણયથી વિધાર્થીઓમાં રોષ પણ જોવા મળ્યો. શિક્ષા મંત્રી અલ્તાફ બુખારી ઘ્વારા જણાવ્યા અનુસાર કોચિંગ સેન્ટર વિંધાર્થીઓંનું ધ્યાન ભટકાવવાનું મોટું કારણ છે.

કોચિંગ સેન્ટરને કારણે પ્રદર્શનકારી બન્યા વિધાર્થીઓ

કોચિંગ સેન્ટરને કારણે પ્રદર્શનકારી બન્યા વિધાર્થીઓ

કોચિંગ સેન્ટર બંધ રાખવાનો નિર્ણય વિધાર્થીઓને વિરોધ પ્રદર્શનમાં જોડાવવાથી રોકવાનો માનવામાં આવી રહ્યો છે. શિક્ષા મંત્રી અલ્તાફ બુખારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ વિશે એક આદેશ સોમવારે જાહેર કરવામાં આવશે. બુખારી મુજબ એવું જોવામાં આવ્યું છે કે ઘાટીમાં જે કોચિંગ સેન્ટર ચાલી રહ્યા છે તેને કારણે વિધાર્થીઓનું ધ્યાન ભટકી રહ્યું છે. સરકાર કોચિંગ સેન્ટર પર નજર પણ રાખશ તેમના જણાવ્યા અનુસાર સરકાર એવા કારણો શોધી રહી છે જેના કારણે વિધાર્થીઓનું ધ્યાન ભટકે છે અને તેઓ વિરોધ પ્રદર્શનોમાં જોડાય છે.

3 મહિના સુધી કોચિંગ સેન્ટર બંધ

3 મહિના સુધી કોચિંગ સેન્ટર બંધ

હવે સરકાર એક આદેશ જાહેર કરશે જેમાં કેટલાક દિવસો સુધી કોચિંગ સેન્ટર બંધ રાખવા માટે કહેવામાં આવશે. 3 મહિના સુધી કોચિંગ સેન્ટર બંધ રાખવામાં આવશે પછી પરિસ્થિતિ જોઈને તેના પર આગળ નિર્ણય લેવાશે. શિક્ષા મંત્રી અલ્તાફ બુખારી ઘ્વારા શ્રીનગરમાં સ્કૂલના પ્રધાનચાર્યો સાથે મુલાકાત કરી જેના કારણે તેઓ સ્કૂલોમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શનો પર અંકુશ લગાવી શકે.

બે મહિનાથી બંધ છે બધી સ્કુલ કોલેજ

બે મહિનાથી બંધ છે બધી સ્કુલ કોલેજ

શોપિયાંમાં ફાયરિંગ થયા પછી છેલ્લા બે મહિનાથી બધી જ સ્કુલ અને કોલેજ બંધ છે. જાન્યુઆરીમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે થયેલી ફાયરિંગમાં એક નાગરિકની મૌત થયી હતી. એટલું જ નહીં પરંતુ આ મહિને એક આઠ વર્ષની બાળકી સાથે કઠુઆમાં રેપ ઘટના થયા પછી વિધાર્થીઓ તરફ થી સતત વિરોધ પ્રદર્શન ચાલુ છે. વિધાર્થીઓના પરિવાર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે સરકાર બદલો લેવા માટે વિધાર્થીઓ સાથે આવું કરી રહી છે. શિક્ષા મંત્રી અલ્તાફ બુખારી ઘ્વારા એક દિવસ પહેલા જ વિધાર્થીઓને વિરોધ પ્રદર્શન કરવા બાબતે ચેતવણી આપી હતી. તેમને માતાપિતા ને પણ અપીલ કરી છે કે તેઓ વિધાર્થીઓને કલાસરૂમ સુધી લાવવામાં મદદ કરે.

English summary
Coaching Centers in Jammu Kashmir to be shut for three months in the wake of protests.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X