For Quick Alerts
For Daily Alerts
રાજસ્થાનના બીકાનેરમાં મોટી દૂર્ઘટના, બસ-ટ્રકની ટક્કરમાં 10ના મોત, 25 ઘાયલ
બીકાનેરના લખાસરમાં સોમવારની સવારે એક ભીષણ દૂર્ઘટનામાં 10 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. દૂર્ઘટના એટલી ખતરનાક હતી કે બસના ફૂરચેફૂરચા ઉડી ગયા. શબને કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ઘાયલોને ઈલાજ માટે નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
દૂર્ઘટના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 11 પર બીકાનેરના શ્રી ડુંગરગઢ પાસેની છે. જણાવવામાં આવી રહ્યુ છે કે બસ અને ટ્રકની સામસામે ટક્કર થઈ ગઈ જેમા 10 લોકોના ઘટના સ્થળ પર મોત થઈ ગયા. લગભગ 25 લોકો ઘાયલ છે જેમને ઈલાજ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ સોનિયા ગાંધી-શરદ પવારની આજે મહત્વની બેઠક, સરકાર રચના અંગે થશે ચર્ચા