For Quick Alerts
For Daily Alerts
કૉમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષને સ્પેશિયલ કોર્ટે જામીન આપ્યા
મુંબઈઃ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયાને ડ્રગ્સ મામલામાં મુંબઈની સ્પેશિયલ કોર્ટે જામીન આપી દીધી છે. ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ શનિવારે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. જે બાદ બંનેને 14 દિવસ સુધી એટલે કે 4 ડિસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા.
સંજય રાઉતે ફડણવીસને આપ્યો જવાબ, કહ્યું- પહેલા પીઓકે તો લઇ લો પછી કરાચી જઇશું
ઉલ્લેખનીય છે કે 21 નવેમ્બરે ભારતી સિંહના ઘરે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ પોતાના ઘરે દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સી મુજબ ભારતી સિંહના પ્રોડક્શન ઑફિસ અને ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. બંને જગ્યાએથી 86.5 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. ભારતી અને હર્ષે ગાંજો ઉપયોગ કરવાની વાત પણ માની હતી. જે બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી.