• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણીતા કોમેડિયન જસપાલ ભટ્ટીનું રોડ અક્સ્માતમાં નિધન

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 25 ઑક્ટોબર: બધાને હસાવનાર જાણીતા કોમેડિયન જસપાલ ભટ્ટી હવે આપણને છોડી જતા રહ્યાં છે. પંજાબના મોગા-જલંધર પાસે એક રોડ અકસ્માતમાં તેમનું નિધન થયું છે. આ અકસ્માત ગુરૂવારે લગભગ રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ થયો હતો. જસપાલ ભટ્ટી પોતાની ફિલ્મ 'પાવર કટ' ના પ્રમોશનમાંથી પરત ફરી રહ્યાં હતા ત્યારે તેમની કારને અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં જસપાલ ભટ્ટીના પુત્ર જસરાજ ભટ્ટી, તેમની હિરોઇન અને પીઆરઓ નવીન જોશીને ઇજા પહોંચી છે. જસપાલ ભટ્ટીના પાર્થિવ શરીરને નજીકના હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે, જ્યારે તેમના પુત્ર અને હિરોઇનની સારવાર ચાલી રહી છે.

જસપાલ ભટ્ટીએ 80ના દાયદામાં દૂરદર્શનના ઉલ્ટા-પુલ્ટા શોથી નામના મેળવી હતી. જસપાલ ભટ્ટીએ 'ફના' 'કુછ મીઠા હો જાયે' 'કુછ ના કહો' 'તુઝે મેરી કસમ' 'જાની' 'દુશ્મન' 'કોઇ મેરે દિલ સે પૂછે' 'શક્તિ' 'યે હૈ જલવા' હમારા દિલ આપકે પાસ હૈ' 'ખૌફ' 'જાનમ સમજા કરો' 'કાલા સામ્રાજ્ય' 'આ અબ લૌટ ચલે' 'ઇંકલાબ' 'કારતૂસ' જેવી હિન્દી ફિલ્મોમાં પોતાના અભિયન ઓજસ પાર્થયા હતા.

English summary
Actor and comedian Jaspal Bhatti died in a road accident on early Thursday morning near near Jalandhar, media reports said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X