Me Too મામલાની સુનાવણી માટે બનશે રિટાયર્ડ જજોની કમિટીઃ મેનકા ગાંધી
'મી ટુ' પર કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ કહ્યુ કે આવા મામલાની જન સુનાવણી માટે સેવા નિવૃત્ત જજોની ચાર સભ્યોની સમિતિની રચના કરવામાં આવશે જેમાં વરિષ્ઠ જજ અને કાનૂની વિશેષજ્ઞોવાળી પ્રસ્તાવિત સમિતિ 'મી ટુ' સંબંધિત બધા કેસોને જોશે. આ પહેલા મી ટુ અભિયાનનું સમર્થન કરતા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રીએ કહ્યુ હતુ કે આવા મામલામાં ફરિયાદ નોંધાવા માટે સમયસીમા બાધ્ય ન હોવી જોઈએ.

4 રિટાયર્ડ જજોની સમિતિ કરશે મી ટુ સાથે જોડાયેલા કેસોની સુનાવણી
ગયા સપ્તાહે જ તેમણે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદને પત્ર લખીને કહ્યુ હતુ કે યૌન શોષણ અંગેની ફરિયાદો કોઈ સમયસીમાના બંધન વિના નોંધાવી જોઈએ. મેનકા ગાંધીએ પણ કહ્યુ હતુ કે મામલો કેટલો જૂનો છે તેની સાથે કોઈ લેવા દેવા નથી. જે પણ પીડિત છે તે નજીકના પોલિસ સ્ટેશનમાં જઈને કેસ ફાઈલ કરાવી શકે છે અને ઈમેલ દ્વારા પણ તેની ફરિયાદ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચોઃ આ કારણે એમ જે અકબર સામે કાર્યવાહી નહિ કરે મોદી સરકાર!

મી ટુ અંગે સરકાર પણ ગંભીર
આ પહેલા મેનકા ગાંધીએ કેન્દ્રીય મંત્રી એમ જે અકબર ઉપર લાગેલા યૌન શોષણના આરોપો પર કહ્યુ હતુ કે તેમની સામે તપાસ થવી જોઈએ. ગાંધીએ કહ્યુ હતુ કે ઉંચા હોદ્દા પર બેસતા પુરુષો હંમેશા આવુ કરે છે. મોદી સરકારમાં વિદેશ રાજ્ય મંત્રી એમ જે અકબર પર 9 મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.

મી ટુ અભિયાનના કારણે થયા ખુલાસા
મી ટુ અભિયાન બાદ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓ પર યૌન શોષણના આરોપ લાગ્યા છે જ્યારે મીડિયાથી લઈને રાજકારણના ક્ષેત્ર સાથે જોડાયેલા ઘણા નામો સામે આવ્યા બાદ હોબાળો મચેલો છે. તનુશ્રી દત્તા દ્વારા ફિલ્મ અભિનેતા નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યા બાદ દેશભરની ઘણી મહિલાઓએ આ અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો છે.
આ પણ વાંચોઃ Me Too: ‘હાઉસફૂલ 4' થી સાજિદ ખાન અલગ, 3 મહિલાઓએ લગાવ્યો હતો આરોપ