For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોમનવેલ્થ કૌભાંડ : સુરેશ કલમાડીની ફરીથી પૂછપરછ શરૂ

|
Google Oneindia Gujarati News

suresh-kalmadi
નવી દિલ્હી, 7 જૂન : સીબીઆઇએ અંદાજે 70 કરોડ રૂપિયાના કોમનવેલ્‍થ કોંભાડના સંબંધમાં ફરી એકવાર ભારતીય ઓલિમ્‍પિક સમિતીના પૂર્વ ચેરમેન સુરેશ કલમાડીની પૂછપરછ કરવાની તૈયારીમાં છે. સીબીઆઇએ પ્રશ્‍નોની યાદી તૈયાર કરી લીધી હોવાના અહેવાલ મળ્‍યા છે.

નોંધપાત્ર છે કે વર્ષ 2010માં કોમનવેલ્‍થ ગેમ્‍સ દરમિયાન કંપની ઇવેન્‍ટ નોલેજ સિસ્‍ટમને આપવામાં આવેલા 70 કરોડ રૂપિયાના કોન્‍ટ્રાક્‍ટમાં થયેલી ગેરરિતીના મામલે સુરેશ કલમાડીની પૂછપરછ કરવામાં આવનાર છે. અગાઉ પણ કલમાડીની પુછપરછ કરવામાં આવી ચુકી છે.

અહેવાલ મુજબ સીબીઆઇ કલમાડી અને અન્‍ય અધિકારીઓ સામે પહેલાથી જ કેસ દાખલ કરી ચુકી છે. ગયા વર્ષે કલમાડી અને કોમનવેલ્‍થ ગેમ્‍સ ની આયોજન સમિતીના વરિષ્ઠ અધિકારીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્‍યો હતો. સુત્રોએ કહ્યું છે કે મોરેશિયસ સ્‍થિત કંપની ઇવેન્‍ટ નોલેજ સિસ્‍ટમને કમિટી દ્વારા 70 કરોડ રૂપિયાનો કોન્‍ટ્રાક્‍ટ આપવામાં આવ્‍યો હતો.

સ્‍થળના વિકાસ અને મેનેજમેન્‍ટ મામલે જરૂરી સલાહ આપવા માટે આ કોન્‍ટ્રાક્‍ટ આપવામાં આવ્‍યો હતો. ભારે હોબાળો મચી ગયા બાદ આ મામલે તપાસ કરવા માટે સમિતી રચવામાં આવી હતી. વડાપ્રધાન દ્વારા બનાવવામાં આવેલી સમિતીએ કહ્યું હતું કે ક્‍વાલિટી આધારિત પસંદગીની મજાક તચરીકે આ સમગ્ર કોન્‍ટ્રાક્‍ટ હતો.

કલમાડી પહેલાથી જ શ્રેણીબદ્ધ ભ્રષ્ટાચાર સાથે સંબંધિત કેસોનો સામનો કરી રહ્યા છે. કોમનવેલ્‍થ ગેમ્‍સના સંચાલન દરમિયાન ભ્રષ્ટાચાર સાથે સંબંધિત ધણા કેસો કલમાડી સામે છે. કલમાડીની 70 કરોડના કોમનવેલ્‍થ ગેમ્‍સ કોન્‍ટ્રાક્‍ટના સંબંધમાં પૂછપરછ કરવામાં આવી ચુકી છે. સુરેશ કલમાડી કોમનવેલ્‍થ ગેમ્‍સ દરમિયાન વિવાદના ધેરામાં આવતા તેમને વડા તરીકે રાજીનામુ આપવાની ફરજ પડી હતી.

English summary
Commonwealth Scam : Suresh Kalmadi inquiring again
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X