For Quick Alerts
For Daily Alerts

યુપીના ફૈઝાબાદમાં કોમી હિંસા, કર્ફ્યુ જારી
નવી દિલ્હી, 25 ઓક્ટોબર: ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જિલ્લામાં ગુરૂવારે ભારે તંગદીલીના પગલે કર્ફ્યું લાદી દેવાયો હતો. યુપીના ફૈઝાબાદ શહેરમાં બુધવારે કોમીહિંસા ફાટી નીકળી હતી.
આ હિંસા ત્યારે ફાટી નીકળી જ્યારે દૂર્ગામાની મૂર્તિઓને વિસર્જનને લઇને બે પક્ષો વચ્ચે મારામારી થઇ ગઇ હતી. જોકે આ મારામારીએ બાદમાં મોટી હિંસાનું રૂપ ધારણ કરી લીધું હતું, અને બન્ને પક્ષો વચ્ચે જોરદાર પત્થરમારો થયો હતો.
અંધારી રાત્રે કેટલીયે દુકાનોને આગ ચાપી દેવાની ઘટના બની હતી. લોકો પર કાબૂ મેળવવા માટે આખરે સેનાનો સહારો લેવો પડ્યો હતો. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડના જવાનોની મદદ લેવાઇ હતી.
ગુરૂવારે સવારે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે હિંસાખોરોએ એક ધાર્મિક સ્થળને પણ આગ લગાવી દીધી હતી. સ્થિતિ પર કાબૂ ના દેખાતા સવારે નવ વાગ્યાની આસપાસ શહેરમાં કર્ફ્યુ લાદી દેવાયો હતો. આ હિંસામાં અત્યાર સુધી એક પોલીસ જવાન સહીત 20 લોકોના ઘાયલ થવાના સમાચાર છે.
Comments
English summary
Communal violence broke out simultaneously in five towns of the Faizabad district including the district headquarter Faizabad city.
Story first published: Thursday, October 25, 2012, 16:25 [IST]