For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બરેલીમાં સાંપ્રદાયિક હિંસા, તણાવભરી સ્થિતિ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

riots
બરેલી, 28 નવેમ્બર: સમાજવાદી પાર્ટીના રાજમાં કાનૂન વ્યવસ્થા સુધરી રહી નથી. સમાજવાદી પાર્ટીના શાસનકાળ દરમિયાન સાત કોમી હુલ્લડો સહન કરી ચૂકેલી પ્રજા ફરી એકવાર કોમી હુલ્લડોનો સામનો કરી રહી છે. બરેલીના દેવરિયા વિસ્તારમાં મંગળવારે ધાર્મિક કથાસ્થળે આગચંપીના બનાવથી ફરી તણાવ પેદા થઇ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઑગષ્ટ મહિનામાં થયેલા કોમી હુલ્લડો બાદ બરેલી શહેરમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો.

દેવરિયા વિસ્તારના ગુલડિયા ગામમાં ગઇકાલે રાત્રે ધાર્મિક કથા તથા પ્રવચન ચાલી રહ્યું છે. મંગળવાર સવારે કથાસ્થળે આગચંપીની ઘટના બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ બરેલી-નૈનિતાલ માર્ગ પર ચક્કાજામ કરી દિધો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લોકોએ શાંત પડવાનું નામ લીધું ન હતું.

ઘટનાસ્થળે પહોંચેલા જિલ્લા અધિકારી અભિષેક પ્રકાશે જણાવ્યું હતું કે આ મુદ્દે આઠ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. બરેલી-નૈનિતાલ માર્ગ પર ચક્કાજામ કરનારાઓની ઓળખ કરવામાં આવી રહી છે. તેમને કહ્યું હતું કે જિલ્લામાં કેટલાક અસામાજિક તત્વો સક્રિય છે. તેમના પર નજર રાખવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત ઑગષ્ટ મહિનામાં પણ કોમી હિંસાના કારણે બરેલી દોઢ મહિના સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ દરમિયાન બરેલીમાં મોહરમ જૂલૂસના રસ્તા બે સ્થળો પર થયેલા વિવાદમાં પૂર્વ રાજ્યમંત્રી તથા બહુજન સમાજ પાર્ટી ધારાસભ્ય સહિત પચાસ લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે શેરગઢ વિસ્તારમં બે સ્થાનો પર જૂલૂસના રસ્તા મુદ્દે વિવાદ થયો હતો. નક્કી કરવામાં આવેલા રસ્તા સિવાય અન્ય રસ્તાથી લઇ જવાના કારણે આ વિવાદ સર્જાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર બસપાના ધારાસભ્ય શહજિલ ઇસ્લામ સહિત પચાસ શેરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

English summary
Bareilly got tensed after the communal violence in Deoria area of the city. Govt has deployed huge police forces.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X