આજે 10 વાગ્યેથી આ રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન
દેશભરમાં કોરોનાના વધતા મામલાઓ વચ્ચે વિવિધ રાજ્યો દ્વારા કોરોના પર નિયંત્રણ લાવવાના હેતુસર પ્રતિબંધો લગાવી રહ્યાં છે. આ કડીમાં તમિલનાડુમાં આજથી સંપૂર્ણ લૉકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારે શનિવારે રાતે 10 વાગ્યાથી સંપૂર્ણ લૉકડાઉન લગાવવાનું એલાન કર્યું છે, આ લૉકડાઉન સોમવારે સવારે 5 વાગ્યા સુધી લાગૂ રહેશે. જો કે આ દરમિયાન જરૂરી સેવાઓ ચાલુ રહેશે.
તમિલનાડુની એમકે સ્ટાલિન સરકારે 23 જાન્યુઆરીએ રાજ્યમાં પૂર્ણ લૉકડાઉન લગાવવાનું એલાન કર્યું છે. ગુરુવારે રાજ્યમાં 28561 નવા મામલા સામે આવ્યા હતા અને 39 લોકોનાં મોત થયાં હતાં. ગુરુવાર સુધી સક્રિય મામલાની સંખ્યા 1,79,205 હતી અને કુલ મામલાની સંખ્યા વધીને 30,42,796 થઈ ગઈ. નવાં મોત સાથે મૃતકોની સંખ્યા 37,112 થઈ ગઈ છે.
જ્યારે કર્ણાટક સરકારે પણ મહત્વનું પગલું ઉઠાવતાં વીકેંડ કર્ફ્યૂ હટાવી દીધું છે. હવેથી રાજ્યમાં માત્ર નાઈટ કર્ફ્યૂ રહેશે. બેંગ્લોર શહેરી સ્કૂલો અને કોલેજો સિવાયના તમામ ખોલી મૂકાશે કેમ કે બેંગ્લોર શહેર ચોડીને બાકી બધી જગ્યાએ પોઝિટિવિટી રેટ ઓછો છે. કર્ણાટકના રાજસ્વ મંત્રીએ કહ્યું કે જો મામલા વધે છે તો ફરીથી વીકેંડ કર્ફ્યૂ લાગૂ કરશે.
બીજી તરફ રાજધાની દિલ્હીમાં ઉપરાજ્યપાલે વીકેંડ કર્ફ્યૂ હટાવવા અને દુકાનો પર લાગૂ ઑડ-ઈવન સિસ્ટમ ખતમ કરવાનો પ્રસ્તાવ નામંજૂર કરી દીધો. દિલ્હીની અરવિંદ કેજરીવાલે વીકેંડ કર્ફ્યૂ હટાવવા અને ઑડ-ઈવન સિસ્ટમ ખતમ કરવાનો પ્રસ્તાવ એલજીને મોકલી દીધો હતો. ઉપરાજ્યપાલ અનિલ બૈજલે નિર્દેશ આપ્યો કે દિલ્હીમાં સ્થિતિ સારી થવા સુધી પ્રતિબંધો પર યથાસ્થિતિ ચાલુ રાખવામાં આવે. જો કે ઉપરાજ્યપાલ કાર્યાલયે ખાનગી કાર્યાલયોને 50 ટકા કર્મચારીઓની સંખ્યા સાથે કામ કરવાની મંજૂરી આપવા સંબંધી સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.