For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિગ્વિજય સિંહના ગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદનું અનામત અંગે મોટુ નિવેદન

પોતાના નિવેદનો માટે હંમેશા સમાચારોમાં છવાયેલા રહેતા દ્વારકા શારદાપીઠ અને જ્યોતિપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ હવે અનામત સામે પણ મોરચો ખોલ્યો છે.

|
Google Oneindia Gujarati News

પોતાના નિવેદનો માટે હંમેશા સમાચારોમાં છવાયેલા રહેતા દ્વારકા શારદાપીઠ અને જ્યોતિપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ હવે અનામત સામે પણ મોરચો ખોલ્યો છે. અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયન સામે બોલ્યા બાદ હવે શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ અનામતને સંપૂર્ણપણે ખતમ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યુ કે તેના બદલે સમાજના દરેક વર્ગને પ્રગતિની સમાન તક આપીને સમાજ સેવાને યોગ્ય બનાવવા જોઈએ. તેનાથી જ સહુની ભલાઈ થશે.

swami swaroopanand

વિશેષ સુવિધા મળે તેને કોણ હેરાન કરે

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે જે લોકોને શિક્ષણ, નોકરી, પ્રમોશનમાં અનામતની વિશેષ સુવિધા મળે છે તેમને કોણ હેરાન કરી શકે? શંકરાચાર્યએ સવાલ કર્યો છે કે જ્યારે લોકો અનામતનો લાભ લઈને મોટા મોટા પદો પર બેઠા છે તો શું તેમને હેરાન કરવા કોઈના માટે સંભવ છે? તેમના પર કોઈ કેવી રીતે અત્યાચાર કરી શકે છે?

આ પણ વાંચોઃ પતિ અતહર સાથે તાજમહેલ જોવા પહોંચી આઈએએસ ટીના ડાબીઆ પણ વાંચોઃ પતિ અતહર સાથે તાજમહેલ જોવા પહોંચી આઈએએસ ટીના ડાબી

બધાના કલ્યાણનું વિચારે નેતાઓ

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદના જણાવ્યા મુજબ આપણા નેતાઓએ દરેક વ્યક્તિ અને વર્ગના કલ્યાણ માટે વિચારવુ જોઈએ. નેતાઓએ માત્ર કોઈ વર્ગ વિશેષ તરફ ધ્યાન ન આપવુ જોઈએ. શંકરાચાર્યએ પોતાના નિવેદનમાં કહ્યુ છે કે અનામત સંપૂર્ણપણે સમાપ્ત થવુ જોઈએ અને સહુને પ્રગતિની સમાન તક આપીને સમાજ સેવા માટે યોગ્ય બનાવવા જોઈએ. તેમણે આગળ કહ્યુ કે જો કોઈ યોગ્યતા વિના અનામતના આધારે ડૉક્ટર બનશે તો તે પેટમાં કાતર જ છોડશે અને જો પ્રોફેસર બનાવીશુ તો તે ભણાવશે નહિ અને એન્જિનિયર બનાવીશુ તો પુલ પડાવશે. શંકરાચાર્યએ કહ્યુ છે કે તેમણે પણ યોગ્ય બનવા દો. તેમને પ્રતિસ્પર્ધામાં આગળ આવવા દો. ત્યારે જ તેમની પ્રગતિ થશે, તેમને માત્ર બેંક બનાવીને રાખવી તેમના પ્રત્યે અત્યાચાર કરવો થશે.

આ પણ વાંચોઃ ભારત બંધ સામાન્ય જનતા માટે હાનિકારક, ગર્ભવતી મહિલાઓએ રહેવુ ઘરની અંદરઆ પણ વાંચોઃ ભારત બંધ સામાન્ય જનતા માટે હાનિકારક, ગર્ભવતી મહિલાઓએ રહેવુ ઘરની અંદર

એસસી-એસટી એક્ટનો વિરોધ

કેન્દ્ર સરકાર દ્વારા એસસી-એસટી એક્ટમાં કરાયેલ સુધારાનો પણ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ ગયા શુક્રવારે વિરોધ કર્યો હતો. શંકરાચાર્યએ કેન્દ્રની ભાજપ સરકારને હિંદુ વિરોધી સુધી ગણાવી દીધી. તેમણે કહ્યુ હતુ કે આ રીતે સુધારા રૂપમાં લાવેલો એસસી-એસટી એક્ટ ભારતીય સમાજ માટે વિઘટનનું કારણ બનશે. તેમણે કહ્યુ હતુ કે આ કાયદાથી જાતિગત ભેદભાવ વધશે અને સમાજ પાછળ ધકેલાઈ જશે. સમાજ જો પાછળ ધકેલાશે તો દેશ પણ આગળ નહિ વધી શકે. તમને જણાવી દઈએ કે શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ પોતાના ધાર્મિક ગુરુ માને છે.

English summary
completely abolish reservation,give equal opportunities says swami swaroopanand saraswati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X