For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કમ્પ્યુટર બાબાએ શિવરાજ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો

મધ્યપ્રદેશની શિવરાજ સરકારમાં મંત્રીનો દરજ્જો મેળવી ચૂકેલા કમ્પ્યુટર બાબાએ હવે શિવરાજ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશની શિવરાજ સરકારમાં મંત્રીનો દરજ્જો મેળવી ચૂકેલા કમ્પ્યુટર બાબાએ હવે શિવરાજ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. કમ્પ્યુટર બાબા ઘ્વારા જણાવવા આવ્યું છે કે મધ્યપ્રદેશની શિવરાજ સરકાર મઠ, મંદિર અને નર્મદા વિરોધી છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નહીં જીતી શકે. એટલું જ નહિ પરંતુ તેમને કહ્યું કે શિવરાજ સરકાર મારી ગમે ત્યારે હત્યા કરાવી શકે છે.

computer baba

મળતી જાણકારી અનુસાર કમ્પ્યુટર બાબાએ શનિવારે જબલપુરમાં મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેમને રાજમંત્રીના પદથી રાજીનામુ એટલા માટે આપ્યું કારણકે નર્મદામાં જે ઉત્ખલન થઇ રહ્યું છે, તેમાં મુખ્યમંત્રીના પરિવારનો હાથ છે. મુખ્યમંત્રીએ ચૂંટણી સુધી મને ચૂપ રહેવા માટે કહ્યું હતું પરંતુ મેં મંત્રી પદથી રાજીનામુ આપી દીધું.

આ પણ વાંચો: મધ્યપ્રદેશઃ CM શિવરાજ પાસે છે રિવૉલ્વર, જાણો કયા નેતા પાસે કયુ છે હથિયાર?

કમ્પ્યુટર બાબાએ કહ્યું કે જબલપુરના ગ્વાલિયર ઘાટ પર તેઓ 23 નવેમ્બરે નર્મદે ધર્મ સંસદનું આયોજન કરી રહ્યા છે. જેમાં દેશભરથી 10 થી 15 હજાર સંતો શામિલ થશે. આ ધર્મ સંસદમાં તેઓ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ઘ્વારા કરવામાં આવેલા ગોટાળાની પોલ ખોલશે. કમ્પ્યુટર બાબાએ કહ્યું કે નર્મદે ધર્મ સંસદમાં સંત સમાજ મન કી બાત કરશે. તેમને આગળ કહ્યું કે સંત સમાજ ધર્મ વિરોધી શિવરાજ સરકારનો વિરોધ કરી રહી છે.

આ પણ વાંચો: વીડિયો: પતિ માટે વોટ માંગવા ગઈ સાધના, બની ગુસ્સાનો શિકાર

કમ્પ્યુટર બાબાએ અખાડા પરિષદથી તેમને નીકાળવા બાબતે કહ્યું કે અખાડા પરિષદ શિવરાજને બચાવી રહી છે કારણકે તેઓ શિવરાજ સરકારની પોલ ખોલી રહ્યા હતા. શિવરાજ સરકારના ઘોટાડા હવે ધર્મસંસ્થામાં પણ ફેલાઈ રહ્યા છે.

English summary
computer baba say big statement on shivraj singh chauhan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X