કોન્ડોમ કૌભાંડઃ 11 કંપનીઓ પાસેથી સરકાર દંડ વસૂલશે
નવી દિલ્હીઃ પીએનબી કૌભાંડ, ઘાંસચારો કૌભાંડ, ખનન કૌભાંડ જેવા તમામ કૌભાંડો વિશે તો તમે કેટલીય વખત વાંચ્યું કે સાંભળ્યું હશે પરંતુ આજે જે કૌભાંડ વિશે અમે જણાવવા જઈ રહ્યા છીએ તે વિશે જાણીને તમે પણ દંગ રહી જશો. કોમ્પિટિશન કમિશન ઑફ ઈન્ડિયાએ કોન્ડોમ કૌભાંડનો ખુલાસો કર્યો છે. કોન્ડોમ બનાવતી કંપનીઓએ અંદરો-અંદર મળીને સરકારને ચૂનો લગાવ્યો છે.
રિપોર્ટ્સ મુજબ કોન્ડોમ બનાવતી દેશની 11 કંપનીઓની મિલિભગતથી સરકારને ચૂનો લગાવવામાં આવ્યો છે. આ કંપનીઓએ 2010-2014 દરમિયાન કોન્ડોમ કૌભાંડ કરી સરકારને ચૂનો લગાવ્યો. આ એ સમય હતો જ્યારે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મોટા પાયે કોન્ડોમની ખરીદી કરી હતી, જેને વિવિધ વિભાગોમાં સબ્સિડી અથવા મફતમાં વેંચવામાં આવ્યું હતું.
હવે સામે આવેલ સીસીઆઈની રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ તમામ કંપનીઓએ છેતરપિંડી કરી સરકાર પાસેથી વધુ રૂપિયા વસૂલ્યા. રિપોર્ટ્સ મુજબ 11 કંપનીઓનએ આંતરિક મિલીભગત કરી કોઈપણ પ્રતિયોગી વિના બોલી લગાવી. સીઆઈઆઈએ કહ્યું કે કંપનીઓએ મિલિભગત કરી ઉંચી બોલી લગાવી.
ઈરાન-અમેરિકાએ ભારતનું ટેન્શન વધાર્યું, ઓઈલની કિંમતોને લઈ સાઉદી અરબની મદદ માંગી
જે કંપનીઓ પર આ આરોપો લાગ્યા છે તેમાં બે સરકારી કંપનીઓ પણ સામેલ છે. જો આ કંપનીઓ દોષિત ઠરે તો તેમણે પણ દંડ ભરવો પડશે, જે તેમના વાર્ષિક પ્રોફિટથી ત્રણ ગણો અથવા એવરેજ ટર્નઓવરના 10 ટકા હશે.