For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર BJP, 'કન્ફ્યુઝ્ડ વ્યક્તિ આવી વાત કરશે'

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર રજૂ કરાયેલા આભાર પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ, ત્યારબાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ વિપક્ષ વતી પહેલા પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 02 ફેબ્રુઆરી : બુધવારના રોજ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર રજૂ કરાયેલા આભાર પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ, ત્યારબાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ વિપક્ષ વતી પહેલા પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધી મોદી સરકાર પર ખૂબ જ આક્રમક દેખાયા હતા. રાહુલ ગાંધીએ યુવા, બેરોજગારી, ખેડૂતો, ગરીબી, મોંઘવારી સહિતના અનેક મુદ્દે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

રાષ્ટ્રપતિના સંબોધન પર સવાલ ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, રાષ્ટ્રપતિના સંબોધનમાં બેરોજગારી વિશે એક પણ શબ્દ ન હતો. આવા સમયે લોકસભામાં રાહુલ ગાંધીના એક નિવેદનને લઈને વિવાદ વધી રહ્યો છે, જેના કારણે સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ તેમને વિચારહીન નેતા કહ્યા છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ રાહુલ પાસે માફી માંગવાની માગ કરી છે.

વાસ્તવમાં રાહુલ ગાંધી લોકસભામાં તેમના ભાષણમાં ખૂબ જ આક્રમક હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ અને પેગાસસ એ એવા સાધનો છે, જેનો ઉપયોગ રાજ્યોના સંઘના અવાજને નષ્ટ કરવા માટે થાય છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ટ્વિટ કરીને માફી માંગવા કહ્યું છે. આ સાથે જ મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, રાહુલ ગાંધી કન્ફ્યુઝ્ડ વ્યક્તિ છે અને કન્ફ્યુઝ્ડ વ્યક્તિ જ આવી વાતો કરશે.

પ્રહલાદ જોશીએ રાહુલને મૂર્ખ નેતા ગણાવ્યા

લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, રાહુલ ગાંધીને માત્ર એટલા માટે બોલવાની તક મળી રહી છે. કારણ કે, તેઓ ગાંધીપરિવારમાંથી છે. જ્યાં મોદીજી બેઠા છે, ત્યાં રાહુલ ગાંધી અને ગાંધી પરિવારને લાગે છે કે, એ એમની જગ્યા છે તેમનામાં ઘણો અહંકાર હોય છે, જેના કારણે તેઓઆવી વાતો કરે છે.

રાહુલ ગાંધી કન્ફ્યુઝ્ડ વ્યક્તિ છે અને કન્ફ્યુઝ્ડ વ્યક્તિ આવું જ કરશે. તેમણે વારંવાર કહ્યું કે, ભારત માત્ર એક દેશ નથી. તેઓ જે મોટાઉદ્યોગપતિઓની વાત કરતા હતા, તે ભાજપના સમયમાં થોડા થોડા થયા છે.

'તેમણે કહ્યું કે, ભારત દેશ નથી'

'તેમણે કહ્યું કે, ભારત દેશ નથી'

સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ વધુમાં કહ્યું હતું કે, તેઓ (રાહુલ ગાંધી) મૂંઝવણમાં મૂકાયેલા, વિચારહીન નેતા છે. તેમણે કહ્યું કે ભારત એક દેશ નથી.

તેમણે કહ્યું કે, ચીનનો દૃષ્ટિકોણ એકદમ સ્પષ્ટ છે. શું તમે અહીં ચીનને સમર્થન આપવા આવ્યા છો? તિબેટની સમસ્યા માત્ર કોંગ્રેસને કારણે છે.

કિરેન રિજિજુએ પણ નિશાન સાધ્યું

અહીં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ભારતના કાયદા મંત્રી તરીકે જ નહીં, પરંતુ એક સામાન્ય નાગરિક તરીકે પણ રાહુલ ગાંધીએ ભારતનાન્યાયતંત્ર અને ચૂંટણી પંચ વિશે જે કહ્યું છે, તેની હું નિંદા કરું છું. આ આપણી લોકશાહીની મહત્વપૂર્ણ સંસ્થાઓ છે. રાહુલ ગાંધીએ તાત્કાલિક જનતા, ન્યાયતંત્ર અનેચૂંટણી પંચની માફી માંગવી જોઈએ.

English summary
'Confused person will talk like this', said BJP on Rahul Gandhi's speech in Lok Sabha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X