• search

ગુજરાત લૂંટવામાં લાગેલા છે નરેન્દ્ર મોદી: કપિલ સિબ્બલ

By Kumar Dushyant

નવી દિલ્હી, 18 એપ્રિલ: નરેન્દ્ર મોદી પર હુમલો કરતાં ઉમા ભારતીની ત્રણ વર્ષ જૂની એક સીડી જાહેર કર્યા બાદ કોંગ્રેસે કાળા ધન વિરૂદ્ધ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના અભિયાન પર સવાલ ઉભા કરવા માટે રામદેવ સાથે જોડાયેલ એક વીડિયો ક્લિપનો સહારો લીધો.

કોંગ્રેસ નેતા અને કેન્દ્રિય મંત્રી કપિલ સિબ્બલે અહીં સંવાદદાતાઓને કહ્યું હતું કે કાળું નાણુ પેદા થવાના ત્રણ મુખ્ય સ્ત્રોત છે ભૂમિ, ખનિજ અને દારૂ. ગુજરાતમાં ખનિજ નથી પરંતુ ત્યાં દારૂનો કમાલનો ધંધો ચાલે છે. રાજ્યમાં ગેરકાયદેસર દારૂના લીધેતે દર વર્ષે ત્રણ હજાર કરોડ રૂપિયાની એક્સાઇઝ ડ્યૂટીનું નુકસાન થઇ રહ્યું છે. જો તમે દસ ટકાના દરથી એક્સાઇઝ ડ્યૂટીને જોડો તો ગુજરાતમાં ગેરકાનૂની દારૂનો વેપાર 30 હજાર કરોડ રૂપિયાનો છે.

kapil-sibbal

તેમણે ગુજરાતના મુખ્યમંત્રીને પ્રશ્ન કર્યો હતો કે શું તે ગુજરાતમાં કાળાનાણાના પેદા થવાની તપાસ માટે ફાસ્ટટ્રેક કોર્ટ રચશે. તેમણે નરેન્દ્ર મોદીના તે ભાષણનો પણ હવાલો આપ્યો કે ધન કાળું હોતું નથી વિચારસણી કાળી હોય છે.' સિબ્બલે ગુજરાતમાં કહ્યું 'હું નરેન્દ્ર મોદીને પૂછવા માંગુ છું કે કોની કાળી વિચારસણી છે.' સિબ્બલે ગુજરાતમાં અદાણી સમૂહને કોડીના ભાવે જમીન ફાળવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે એક મેગેજીનનો હવાલો કહ્યું હતું કે અદાણી સમૂહને ગુજરાતના કચ્છ જિલ્લામાં મુદ્રા પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એક રૂપિયાથી માંડીને 32 રૂપિયા પ્રતિ એકરના સામાન્ય ભાવે 416236924 વર્ગ એકર જમીન ફાળવવામાં આવી.

કોંગ્રેસ મુખ્યલયમાં પ્રેસ બ્રીફિંગ દરમિયાન પાર્ટીએ સંવાદદાતાઓને એક વીડિયો ક્લિપ પણ બતાવી જેમાં યોગ ગુરૂ બાબા રામદેવને કેમેરા પર અલવરના ભાજપ ઉમેદવાર મહંત ચંદ નાથ સાથે કથિત રીતે કોઇ પૈસાની લેણદેન પર વાત કરતાં દર્શાવવામાં આવ્યા છે. આ વીડિયો સંવાદદાતા સંમેલન શરૂ થતાં પહેલાં છે જેમાં ચાંદનાથને બાબા રામદેવ પાસે પૈસાની લેણદેણ પર વાત કરતાં દર્શાવવામાં આવ્યા છે. આ વીડિયો પત્રકાર પરિષદ શરૂ થતાં પહેલાંનો છે. જેમાં ચાંદનાથને બાબા રામદેવ પાસે પૈસાની લેણદેણમાં તેમણે આવી રહેલી સમસ્યાઓ વિશે વાત કરતાં સાંભળવામાં આવ્યા હતા. તેમને રોકતાં રામદેવને એમ કહેતાં સાંભળવામાં આવ્યા હતા કે આ વાત અહીં મત કરો માઇક લાગેલ છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું 'મોદી અને લાલકૃષ્ણ અડવાણી કાળાધનને લઇને મોટી વાતો કરે છે. શું ભાજપ અલવરથી પાર્ટી ઉમેદવારની ટિકીટ પરત લેશે અને તેમના વિરૂદ્ધ સાથે જ બાબા રામદેવ વિરૂદ્ધ કાર્યવાહી કરશે. ભલે મોદી હોય કે રામદેવ તેમનો બેવડો ચહેરો ઉજાગર થઇ રહ્યો છે. તે કોંગ્રેસ સરકાર પર આરોપ લગાવી રહ્યાં છે પરંતુ પોતે ગુજરાતમાં લૂંટ લગાવવામાં લાગ્યાં છે.' જ્યારે પત્રકારોએ તેમને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા સાથે જોડાયેલા જમીન સોદા વિશે વારંવાર પ્રશ્ન પૂછવામાં આવ્યા તો સિબ્બલે કહ્યું કે જો કોઇએ ખોટી રીતે કંઇ કર્યું છે તો કોઇને (તેમના વિરૂદ્ધ કાનૂની કાર્યવાહીએ કરવાથી) કોને રોક્યા છે. દેશમાં કાનૂન છે. જો તમારી પાસે પુરાવા છે તો તમે કરો. અહીં તો હું તમને દસ્તાવેજ આપી રહ્યો છું. જો તેમના વિરૂદ્ધ આરોપ છે બતાવો.

કપિલ સિબ્બલે મોદીના ચૂંટણી અભિયાન પર ખર્ચ થઇ રહેલી મોટી રકમ પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે હજારો કરોડ રૂપિયા ક્યાંથી આવે છે. હું મોદીને એ પૂછવા માંગુ છું જ્યારે ચૂંટણી ચાલતી હોય છે તો તે કાળા ધન પર ચૂપ કેમ છે. તેમણે આરોપ લગાવ્યો કે અદાણીએ જમીનનો મોટા ભાગ પછી 663 રૂપિયા પ્રતિ એકરના ભાવે ભાડે આપી દિધો. સિબ્બલે કહ્યું શું આ ભ્રષ્ટાચાર નથી.

English summary
After releasing a three-year-old CD of Uma Bharti attacking Narendra Modi, Congress today latched on to another video clip featuring yoga guru Ramdev to raise embarrassing questions on the BJP Prime Ministerial candidate's campaign against black money.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more