• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિલ્હીમાં 'આપ' અને કોંગ્રેસનું ઝઘડાબંધન ભાજપને આ રીતે ફાયદો કરાવશે

|
Google Oneindia Gujarati News

ફક્ત 4 વર્ષમાં દિલ્હીમાં ચૂંટણીનું રાજકારણ યુ ટર્ન લેતું દેખાઈ રહ્યું છે. 2015માં દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે અરવિંદ કેજરીવાલની પાર્ટીએ 70માંથી 67 બેઠકો જીતી ત્યારે કોઈએ વિચાર્યું નહોતું કે 2019ની લોકસભાની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માટે રીતસર હાથ જોડવા પડશે. આવું એટલા માટે થયું કારણ કે દિલ્હીની સાતેય લોકસભા બેઠકો પર આપને મોટા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. રાજધાનીમાં ભાજપનું મનોબળ વધવાનું કારણ એ છે કે બાજપને લાગે છે કે મોદીના નામ અને આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે તકરારનો બાજપને ફાયદો મળશે, અને બાજપ દિલ્હીની સાતેય બેઠક પર ભાજપ ફરી જીતી શકે છે.

આ પણ વાંચો: યુપીમાં બૂથ મેનેજમેન્ટથી SP-BSPના જાતીય સમીકરણ સામે આ રીતે લડી રહ્યું છે ભાજપ

ચાર વર્ષમાં કેવી રીતે બદલાઈ 'આપ'ની સ્થિતિ

ચાર વર્ષમાં કેવી રીતે બદલાઈ 'આપ'ની સ્થિતિ

પાછલા બે મહિનામાં દિલ્હીમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધને લઈ જાતભાતની ચર્ચાઓ ચાલી. ખુદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આ મામલે બેબસ દેખાય. કોંગ્રેસે સંખ્યાબંધ વખત આપના પ્રસ્તાવોને ફગાવી દીધા. પરંતુ દર વખતે આપે કોંગ્રેસને મનાવવા નવા પ્રસ્તાવો રજૂ કર્યા. છેલ્લે બધી જ આશાઓ પર પાણી ફરી ગયું. કેજરીવાલે કોંગ્રેસ પર બેજવાબદાર વલણ દાખવવાનો આરોપ લગાવ્યો તો રાહુલ ગાંધીએ આમ આદમી પાર્ટીના સુપ્ીમો પર યુ ટર્ન લેવાનો દોષ નાખ્યો. બાદમાં કેજરીવાલ એન્ડ કંપનીએ સ્પષ્ટતા કરી કે તેઓ દિલ્હીની 7, પંજાબની 13, હરિયાણાની 10, ચંદીગઢની 1 અને ગોવાની 2 બેઠકો પર સમજૂતી કરીને કુલ 33 બેટકો પર ભાજપને ઘેરવા ઈચ્છતી હતી. આપે કહ્યું કે જ્યારે કોંગ્રેસે વાત ન માની તો તેમણે દિલ્હી, હરિયાણા અને ચંદીગઢની 18 બેઠકો પર ગઠબંધન કરવાની વાત કરી. પરંતુ કોંગ્રેસ દિલ્હીથી બહાર નીકળવા તૈયાર ન થઈ. રાજકીય નિષ્ણાત ચંદભાન પ્રસાદે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું કે કોંગ્રેસ-આપના ગઠબંધનથી રાજધાનીમાં ભાજપને મોટો પડકાર મળથો. આ ન થવાથી વોટિંગ પર મોટી અસર પડશે અને ભાજપની જીતના ચાન્સિસ વધી જશે.

પાછલી 3 ચૂંટણીમાં વોટ શૅર

પાછલી 3 ચૂંટણીમાં વોટ શૅર

જો 2014ના વોટ શૅર જોઈએ તો તેમાં ભાજપ ખૂબ જ આગળ હતું. ત્યારે મોદી લહેરને કારણે ભાજપને 46.6 ટકા વોટ મળ્યા હતા. જ્યારે આપને 33.1 ટકા, કોંગ્રેસને 15.2 ટકા વોટ મળ્યા હતા. આ પહેલા 2013ની દિલ્હી વિધાનસબા ચૂંટણીમાં ભાજપને 33 ટકા આપને 29.5 ટકા અને કોંગ્રેસને 24.6 ટકા વોટ મળ્યા હતા. જ્યારે 2015ની વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલના પક્ષે 54 ટકા વોટ મેળવી કોંગ્રેસનો સફાયો કરી દીધો હતો અને આખા દેશમાં ભાજપનો જીતનો રથ અટકાવી દીધો. ત્યારે ભાજપને 32 ટકા અને કોંગ્રેસે ફક્ત 10 ટકા વોટ મળ્યા હતા. એટલે કે કોંગ્રેસને જે નુક્સાન થયું તેનો ફાયદો ભાજપને ળ્યો. એટલે કે 2013 અને 2015માં ભાજપનો વોટ શૅર લગભગ સમાન રહ્યો હતો અને 2014માં લોકસબાની ચૂંટણીમાં ભાજપે તમામને હરાવી દિલ્હીની 7 બેઠકો પર જીત મેળવી. કેજરીવાલના કોંગ્રેસ સાથેના ગઠબંધન કરવા પાછળ આશયને લઈ આ જ વોટ ગણિત જવાબદાર છે.

આપ અને કોંગ્રેસના મતદારો એક

આપ અને કોંગ્રેસના મતદારો એક

દિલ્હીના મતદારોમાં પક્ષની અસર જોઈએ તો આપ અને કોંગ્રેસના મતદારો એક છે. બંને પક્ષનો મુખ્યત્વે મુસ્લિમો અને ગેરકાયદેસર ઝૂંપડપટ્ટી ધરાવતા મતાદરો પર દબદબો છે. આ ઉપરાંત બંને પક્ષો કેટલાક મીડલ ક્લાસ મતદારોમાં પણ સારી અસર ધરાવે છે. આ જ મતદારોનું સમીકરણ 2015માં કેજરીવાલના પક્ષને સત્તામાં લાવ્યું હતું. હવે જ્યારે બંને પક્ષો બદી જ બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે તેમના ટાર્ગેટ વોટર્સ પણ એક છે. કેજરીવાલને એ પણ મુસ્કેલી નડશે કે ન તો આ 2015 છે કે ન તો કોંગ્રેનસા ઉમેદવાર નબળા છે. જે એન્ટી ઈન્કમબન્સીએ શીલા દિક્ષીતની સરકારની હાર નક્કી કરી હતી, તે આ વખતે આમ આદમી પાર્ટી સામે છે.

મોદી-કેજરીવાલ ફેક્ટર

મોદી-કેજરીવાલ ફેક્ટર

ભાજપે દિલ્હીમાં જે નવા ઉમેદવારોને તક આપી છે, તેમાં પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને સૂફી ગાયક હંસરાજ હંસ સામેલ છે. તો આમ આદમી પાર્ટીએ એજ્યુકેશનિષ્ટ આતિશી માર્લેના અને સીએ રાઘવ ચઢ્ઢાને ઉતાર્યા છે. આ તમામ ચહેરા પાછળ પીએમ મોદી અને કેજરીવાલની ઈમેજ જોડાયેલી છે. જ્યારે કોંગ્રેસે એ ચહેરાને તક આપી છે, જે રાકીય રીતે દિલ્હી માટે જ મહત્વના છે અને દિલ્હીની સત્તા સાથે તેમનો જૂનો નાતો છે જેમ કે શીલા દિક્ષીત, અજય માકન કે પછી અરવિંદરસિંહ લવલી. આવામાં ભાજપના વોટર્સ નરેન્દ્ર મોદી તરફી છે એ નક્કી છે, પરંતુ મોદી વિરોધી વોટર્સ માટે બે વિકલ્પ છે.

મતદારોના હિસાબે જુદા જુદા મુદ્દા

મતદારોના હિસાબે જુદા જુદા મુદ્દા

દિલ્હીમાં મતદારો અને રહેણાંક વિસ્તારો પ્રમાણે મુદ્દા પણ જુદા જુદા છે. એટલે કે નાના વેપારીઓ માટે સીલિંગ અને GST જેવા મુદ્દા છે, તો અપસ્કેલ કોલોનીમાં પ્રદૂષણ, પાર્ક, સ્વચ્છતા અને વોટર સપ્લાય જેવા મોટા મુદ્દા છે. સામે ગેરકાયેદસર કોલોનીઓ અને ઝૂંપડપટ્ટીમાં જન સુવિધાઓ, રોડ અને ખાદ્ય સુરક્ષા વધુ મહત્વના છે. લાલ બાગના સ્લમ વિસ્તારમાં તાજેતરમાં જ કેજરીવાલે રોડ શો કર્યો હતો. ત્યાંના એક વોટરનું કહેવું છે કે,'અમારી ઝુંપડટ્ટીમાં પાઈપથી પીવાનું પાણી નથી આવતું. છેલ્લા 2 મહિનાથી રેશનિંગનું અનાજ નથી મળ્યું.' કેટલાક લોકોનું માનવું છે કે કોંગ્રેસની ન્યાય યોજના પણ અહીં અસર પાડી શકે છે.

મોદી ઈફેક્ટ

મોદી ઈફેક્ટ

દિલ્હીમાં એવા મતદારો પણ છે, જે માને છે કે આ કેન્દ્રની ચૂંટણી છે એટલે અહીં આપ કરતા ભાજપ-કોંગ્રેસ વધુ મહત્વના છે. દિલ્હીમાં એવા મતદારો પણ ઓછા નથી જે પોતાના સાંસદોના કામથી સંતુષ્ટ નથી. પરંતુ એવા લોકો પણ બહુમતીમાં છે, જેમનું માનવું છે કે માત્ર 5 વર્ષમાં ભારત જેવા મોટા દેશને બદલવો શક્ય નથી. દ્વારકાના નિવૃત્ત સરકારી અધિકારી અજીત દુબે કહે છે,'આપણે નરેન્દ્ર મોદીને વધુ એક તક આપવી જોઈએ.' તો બિઝનેસ મેનેજર મધુર મેહરોત્રાનું કહેવું છે,'તે બે કારણોથી ભાજપને વોટ આપશે. પહેલું જેથી મોદી પોતાનું કામ ચાલુ રાખી શકે અને બીજું કારણ કે કોઈ ભરોસો કરવા લાયક વિપક્ષ જ નથી.' જો કે મોદી ફેક્ટર 2015 જેટલું જોરદાર તો નથી લાગી રહ્યું, પરંતુ પવલામા અને બાલાકોટ હજીય મતદારોના મનમાં તાજા છે. ચોંકાવનારી વાત એ છે કે જે ઝૂંપડપટ્ટીમાં બેઝિક સુવિધાઓ નથી ત્યાં પણ રાષ્ટ્રવાદની ભાવના ધરાવતા મતદારો ઓછા નથી.

English summary
congress aap fight gives bjp an edge in delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X