For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીએજીના નિવેદનથી કોંગ્રેસ લાલઘુમ

By Super
|
Google Oneindia Gujarati News

digvijay-singh
નવીદિલ્હી, 8 ફેબ્રુઆરીઃ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક(સીએજી અથવા કેગ)ના વિનોદ રાયના નિવેદન પર કોંગ્રેસ લાલઘુમ થઇ ગઇ છે. સીએજીના વિનોદ રાયના નિવેદન બાદ દિગ્વિજય સિંહે તીખી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ નેતા સત્યવ્રત ચતુર્વેદીએ પણ વિનોદ રાયને આડેહાથ લીધા છે. આરોપને ખારીજ કરતા તેમણે કહ્યું કે, કૈગ હદ પાર કરી રહી છે. કોંગ્રેસે તેને મર્યાદિત આચરણથી જવાબ આપશે. દિગ્વિજય સિહે કહ્યું છે કે, ક્યાંક સીએજી પ્રધાનમંત્રી બનવા તો નથી માગતું ને?

અમેરિકાની હાર્વર્ડ કેનેડી સ્કૂલમાં એક લેક્ચર દરમિયાન વિનોદ રાયે કહ્યું કે, પબ્લિક ઓડિટરના પ્રયત્નો ક્રોની કેપિટલિઝમ એટલે કે સરકારી અધિકારીઓ અને કારોબારીઓ વચ્ચે સાંઠગાંઠને સામે લાવવા પડશે.

સીએજીએ ઇશારો કર્યો કે સરકાર, ઉદ્યોગપતિઓ અને કારીબોરીઓનું સમર્થન કરતી રહી છે, જ્યારે સરકારને ઉદ્યોગ અને કારબારનું સમર્થન કરવું જોઇએ. વિનોદ રાયે કહ્યું હતું કે સીએજીની ભૂમિકા માત્ર અહેવાલને સંસદમાં રાખવા સુધી સીમિત ના હોવી જોઇએ, પરંતુ લોકોને જાગરુક કરવા જોઇએ.

સીપીએમ નેતા ડી રાજાએ સીએજીનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે સીએજી દેશની સૌથી મોટી ઓડિટ સંસ્થા છે. સરકારે તેની વાતોને ગંભીરતાથી લેતા શીખવું જોઇએ. તૃણમૂલ કોંગ્રેસના સુલ્તાન અહમદે પણ સીએજીનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે સીએજી જે કહે છે તેના પર દેશ વિશ્વાસ કરે છે.

સીએજીના પૂર્વ અધિકારી આર પી સિંહે પણ વિનોદ રાયને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કેસ સીએજી એક સ્વતંત્ર સંસ્થા છે. વિનોદ રાય કોઇપણ દબાણમાં કામ કરી રહ્યાં નથી.

English summary
Congress leader Digvijay Singh on Friday took a dig at the Comptroller and Auditor General CAG Vinod Rai for hitting out at Manmohan Singh led government for attempting to reduce the federal auditor to a mere accountant.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X