For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસે મોદી સરકાર પર લગાવ્યો 45 હજાર કરોડના કૌભાંડનો આરોપ

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પર 45 હજાર કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો છે. આ આરોપ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ એક પ્રેસકોન્ફર્ન્સ યોજીને મોદી સરકાર પર લગાવ્યો છે. તેમણે આ પ્રેસકોન્ફર્ન્સમાં કહ્યું કે મોદી સરકારના ટેલિકોમ મંત્રાલયમાં લગભગ 45 હજાર કરોડનું કૌભાંડ થયું છે. અને આ કૌભાંડ પર ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પડદો પાડી રહ્યા છે.

સૂરજવાલે કહ્યું કે એનડીએ સરકારે મોટા પ્રમાણમાં બિઝનેસમેન લોકોને ફાયદો પહોંચાડ્યો છે. ટેલિકોમ વિભાગમાં જ્યારે સ્પેક્ટ્રમ ફાળવવામાં આવ્યા ત્યારે કંપનીને પોતાના નફોનો થોડોક ભાગ સરકારને પણ આપવાનો હોય છે. જે પણ કંપનીઓ તે વર્તમાન સરકારને નથી આપી રહી. તેમણે કહ્યું કે આ તમામ આંકડાને જોડવામાં આવે તો લગભગ 45 હજાર કરોડ રૂપિયા નીકળે છે. જે સરકારી ખાતામાં નથી.

narendra modi

નોંધનીય છે કે બે વર્ષ જૂની મોદી સરકાર પર આ પહેલો કૌભાંડનો આરોપ છે. આ પહેલા મોદી સરકાર તેની ઇમેજ ભષ્ટ્રાચાર મુક્ત સરકાર તરીકે બતાવી રહી હતી. ત્યારે ભાજપ આ અંગે કેવી પ્રતિક્રિયા આપે છે તે તો હવે જોવાનું રહ્યું.

English summary
Congress Party has made allegation on Narendra Modi Government for doing the scam of Rs. 45,000 crore in telecom sector.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X