For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણી 2018 : કર્ણાટકમાં કોંગ્રેસનો હાથ છોડી શકે છે JDS, દેવગૌડાએ આપ્યા સંકેત

કર્ણાટકમાં કોંગ્રેસની સહયોગી પાર્ટી જનતા દળ સેક્યુલર (જેડીએસ) વચ્ચે આગામી લોકસભા ચૂંટણી અંગે મતભેદના સમાચારો સામે આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં કોંગ્રેસની સહયોગી પાર્ટી જનતા દળ સેક્યુલર (જેડીએસ) વચ્ચે આગામી લોકસભા ચૂંટણી અંગે મતભેદના સમાચારો સામે આવી રહ્યા છે. જેડીએસે બુધવારે કોંગ્રેસને છોડીને એકલા લોકસભા ચૂંટણી લડવાના સંકેત આપ્યા જેમ તે ઓગસ્ટમાં થયેલી પંચાયતની ચૂંટણીમાં કરી ચૂકી છે. ઈકોનોમિક્સ ટાઈમ્સમાં છપાયેલા સમાચાર મુજબ જેડીએસે કહ્યુ છે કે ત્રણ રાજ્યોમાં થયેલી ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસ એકલા જ નિર્ણયો લઈ રહી છે. જો તેણે આમ કરવાનું બંધ ન કર્યુ તો તે એકલા 2019ની લોકસભા ચૂંટણી લડી શકે છે.

rahul-devegowda

જેડીએસના રાષ્ટ્રીય અધ્યક્ષ એચડી દેવગૌડાએ કહ્યુ કે તેમની પાર્ટીએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. ગૌડાએ કહ્યુ કે હું નથી ઈચ્છતો કે આ પ્રકારનો કોઈ આરોપ મારા ખભે આવે. જો કે તે એ વાત પર નિર્ભર કરે છે કે કોંગ્રેસ પાર્ટી અમારી સાથે કેટલા સમ્માન સાથે વ્યવહાર કરે છે. વળી, જેડીએસના પ્રવકતાનું કહેવુ કે પાર્ટીના નેતાઓનો એક મત છે કે બંને દળોમાં 'ફ્રેંડલી ફાઈટ' હોય.

હાલમાં જ બંને દળો વચ્ચે મતભેદનું મુખ્ય કારણ હાલમાં જ કોંગ્રેસે રાજ્ય સરકાર દ્વારા સંચાલિક બોર્ડો અને નિગમોમાં એકતરફી નિયુક્તિ કરી દીધી હતી. આ બોર્ડ અને નિગમોમાં અમુક એવા પણ હતા જે જેડીએસ મંત્રીઓના વિભાગો અંતર્ગત આવતા હતા. એટલુ જ નહિ કોંગ્રેસે પોતાની પાર્ટી કાર્યકર્તાઓને મુખ્યમંત્રીના રાજકીય સચિવ બનાવી દીધા છે જેનાથી જેડીએશ નારાજ ચાલી રહ્યા છે. ગૌડાએ કહ્યુ, મને એ વાતની કોઈ મુશ્કેલી નથી કે અમારી પાર્ટીને બોર્ડો અને નિગમોમાં ત્રીજા ભાગનો હિસ્સો મળ્યો છે પરંતુ આમાંથી અમુક એકમો જે અમને પોતાના હિસ્સાના રૂપમાં મળી છે તેમની પાસે ખૂબ ઓછુ કે કોઈ બજેટીય સમર્થન નથી.

તેમણે કહ્યુ કે વહેલી તકે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. ગાંધી વર્તમાનમાં કર્ણાટકમાં નવા મંત્રીઓનો પોર્ટફોલિયામાં વ્યસ્ત છે. જેડીએસના પ્રવકતા રમેશ બાબુએ કહ્યુ કે અમે ઘણી વાર કોંગ્રેસને મોટાભાઈની જેમ વ્યવહાર કરતા જોઈએ છે. એટલા માટે અમારી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓનો મત છે કે અમારે રાજ્યની બધી 28 સીટો પર ચૂંટણી લડવી જોઈએ. જો આવુ થયુ તો એચડી દેવગૌડા હાસન અને બેંગલુરુ નોર્થ સીટ પરથી ચૂંટણી લડી શકે છે. વર્તમાનમાં કેન્દ્રીય મંત્રી ડી વી સદાનંદ ગૌડા આ સીટ પરથી સાંસદ છે.

આ પણ વાંચોઃ બ્રિટિશ અધિકારીઓએ જણાવ્યુ - અમારા દેશમાં બેઠો છે નીરવ મોદીઆ પણ વાંચોઃ બ્રિટિશ અધિકારીઓએ જણાવ્યુ - અમારા દેશમાં બેઠો છે નીરવ મોદી

English summary
Congress ally JDS hints at going it alone in 2019 Lok Sabha elections karnataka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X