For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ CBIની અખંડતા દફન કરી દીધીઃ સીબીઆઈમાં ઘમાસાણ પર કોંગ્રેસ

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ મોદી સરકાર હુમલો કરતાં ટ્વિટ કર્યુ, ‘મોદી સરકારે સીબીઆઈની સ્વતંત્રતા છીનવી છે.

|
Google Oneindia Gujarati News

સીબીઆઈની અંદર ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની છુટ્ટી કરી દેવામાં આવી છે. બંને અધિકારીઓને છુટ્ટી પર મોકલાયા બાદ તેમના સીબીઆઈ મુખ્યાલય સ્થિત કાર્યાલયોને સીલ કરી દેવામાં આવ્યા છે જ્યારે જોઈન્ટ ડાયરેક્ટર એમ નાગેશ્વર રાવને સીબીઆઈના વચગાળાના નિર્દેશક બનાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી આ નોટિફિકેશન જારી કરવામાં આવ્યુ છે. વળી, સમગ્ર ઘટનાક્રમ અંગે કોંગ્રેસે મોદી સરકારને ઘેરી છે.

આ પણ વાંચોઃ આલોક વર્મા-અસ્થાનાને છુટ્ટી પર મોકલાયા, એમ નાગેશ્વરને CBI ચીફની જવાબદારીઆ પણ વાંચોઃ આલોક વર્મા-અસ્થાનાને છુટ્ટી પર મોકલાયા, એમ નાગેશ્વરને CBI ચીફની જવાબદારી

‘મોદી સરકારે સીબીઆઈની સ્વતંત્રતા છીનવી'

‘મોદી સરકારે સીબીઆઈની સ્વતંત્રતા છીનવી'

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ મોદી સરકાર હુમલો કરતાં ટ્વિટ કર્યુ, ‘મોદી સરકારે સીબીઆઈની સ્વતંત્રતા છીનવી છે, સીબીઆઈની વ્યવસ્થિત બરબાદી અને બદનામી સંપૂર્ણપણે થઈ ગઈ છે. એક મુખ્ય તપાસ એજન્સી, સીબીઆઈની અખંડતા, દ્રઢતા અને વિશ્વસનીયતાને દફન કરવાનું પ્રધાનમંત્રીએ સુનિશ્ચિત કરી દીધુ છે.'

સીબીઆઈના ઘમાસાણ પર કોંગ્રેસનો પીએમ મોદી પર હુમલો

સુરજેવાલાએ વધુ એક ટ્વિટ કર્યુ, ‘પ્રધાનમંત્રી મોદી સીબીઆઈ નિર્દેશકને ડિસમિસ કરવા માટે જે સીધે સીધુ નથી કરી શકતા, ગુપ્ત રીતે અને ચૂપચાપ કરવા ઈચ્છે છે. મોદી સરકાર અને ભાજપની ગંભીર ગુનાહિત કેસોની તપાસ અવરોધવાની આદત જ આ બધાનું મોટુ કારણ છે.'

સુરજેવાલાએ સીબીઆઈ નિર્દેશકને હટાવવા પર ઉઠાવ્યા સવાલ

સુરજેવાલાએ સીબીઆઈ નિર્દેશકને હટાવવા પર ઉઠાવ્યા સવાલ

સુરજેવાલાએ સવાલ ઉઠાવતા કહ્યુ કે શું રાફેલ ગોટાળામાં ભ્રષ્ટાચારની તપાસ કરવામાં ઉત્સુકતા બતાવવાના કારણે સીબીઆઈ નિર્દેશકને કાઢી મૂકવામાં આવ્યા છે? તમને જણાવી દઈએ કે આલોક વર્માની પહેલા સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની મંગળવારે છુટ્ટી કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચોઃ જાણો કોણ છે સીબીઆઈના નવા પ્રમુખ એમ નાગેશ્વર રાવઆ પણ વાંચોઃ જાણો કોણ છે સીબીઆઈના નવા પ્રમુખ એમ નાગેશ્વર રાવ

English summary
congress attacks pm modi over war inside cbi, says dismantling of CBI is now complete.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X