For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક બાદ કોંગ્રેસના આ નવા ગઠબંધને મોદી-શાહની ઉંઘ ઉડાવી, દાવ પર ત્રણ રાજ્ય

કર્ણાટકમાં જે રીતે જેડીએસ-કોંગ્રેસ-બસપા ગઠબંધન ભાજપ પર ભારે પડ્યુ છે અને તે બાદ બધા વિપક્ષોએ જે રીતે એકતા દર્શાવી છે, એ આવનારા દિવસોમાં ભાજપ માટે એક મોટી ચુનોતી રૂપે જોવામાં આવી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં જે રીતે જેડીએસ-કોંગ્રેસ-બસપા ગઠબંધન ભાજપ પર ભારે પડ્યુ છે અને તે બાદ બધા વિપક્ષોએ જે રીતે એકતા દર્શાવી છે, એ આવનારા દિવસોમાં ભાજપ માટે એક મોટી ચુનોતી રૂપે જોવામાં આવી રહ્યુ છે. વિપક્ષ એક થઈને ભાજપ સામે લડવાની રણનીતિ બનાવી રહ્યુ છે અને ઘણી જગ્યાએ એ જોવામાં આવ્યુ છે કે ભાજપના તમામ વિરોધી દળો એક મંચ પર આવવા લાગ્યા છે. એવામાં આગામી મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની ચૂંટણીઓમાં વિપક્ષી દળો ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

બે તૃતીયાંશ સીટો પર જીત મેળવી શકાતી

બે તૃતીયાંશ સીટો પર જીત મેળવી શકાતી

હિંદુસ્તાન ટાઈમ્સ અનુસાર, જેડીએશ-કોંગ્રેસ ગઠબંધન ચૂંટણી પૂર્વે ગઠબંધન કરી લેતા તો બે તૃતીયાંશ સીટો પર જીત મેળવી શકાતી. એ તો ન કહી શકાય કે કોંગ્રેસે આ ચૂંટણીથી શું શીખ મેળવી છે પરંતુ કોંગ્રેસ-બસપાની ચૂંટણી પૂર્વે ગઠબંધન મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની ચૂંટણીમાં કેટલુ પ્રભાવી હોઈ શકે છે એ સમજવાની જરૂર છે. વર્ષ 2003 થી અત્યાર સુધી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ-કોંગ્રેસ-બસપાના વોટ શેરની વાત કરીએ તો વર્ષ 2008 ના રાજસ્થાન ચૂંટણી ઉપરાંત ભાજપે બધી ચૂંટણીમાં જીત મેળવી જ્યારે કોંગ્રેસ બીજા સ્થાન પર રહી. આ રાજ્યોમાં બસપાની સીટો અને તેમના વોટ શેર ઘણા ઓછા રહ્યા પરંતુ આના પર ધ્યાન આપવાની જરૂર છે કે બસપા-કોગ્રેસનું વોટ શેર 9 માંથી 6 ચૂંટણીમાં ભાજપથી વધુ રહ્યુ છે.

બસપા-કોંગ્રેસનું વોટશેર ભાજપ પર ભારે

બસપા-કોંગ્રેસનું વોટશેર ભાજપ પર ભારે

જો કે અલગ-અલગ રાજ્યોમાં આ આંકડો પણ અલગ જ રહ્યો છે. કોંગ્રેસ અને બસપાનો ભેગો વોટ શેર છત્તીસગઢમાં ભાજપથી વધુ રહ્યો છે પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં હંમેશા આવુ થયુ નથી. કોંગ્રેસને રાજસ્થાનની 2008 ની ચૂંટણી ઉપરાંત વોટ શેર મુજબ સીટો ઓછી મળી છે અને આ અનુપાત ભાજપના મુકાબલે ઓછો રહ્યો છે. બસપાના સીટ શેર અને વોટ શેરનો અનુપાત ભાજપ અને કોંગ્રેસથી ઘણો ઓછો રહ્યો છે. પહેલા વાર 1989માં બસપાએ લોકસભા ચૂંટણી લડી હતી, 1989થી 1999 વચ્ચે 250 થી ઓછી સીટો પર ચૂંટણી લડતા રહ્યા. પરંતુ 2004 માં આમાં બદલાવ આવ્યો અને પક્ષે બીજી પણ સીટો પર ચૂંટણી લડી.

ફૂલપુર-ગોરખપુર પેટાચૂંટણી પૂર્વે ગઠબંધન સફળ રહ્યુ

ફૂલપુર-ગોરખપુર પેટાચૂંટણી પૂર્વે ગઠબંધન સફળ રહ્યુ

યુપીમાં મળેલી સફળતાએ બસપાને પેઈન ઈન્ડિયા લેવલ પર ચૂંટણી લડવા માટે ઉત્સાહિત કર્યા. 2013 માં ચૂંટણી આયોગે પણ બસપાને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપી દીધો. પરંતુ પક્ષને 2014માં શરમજનક હાર ઝેલવી પડી જ્યાં 503 માંથી એક પણ સીટ પર પક્ષને જીત મળી નહિ. પરંતુ હાલમાં જ સપા સાથે ફૂલપુર અને ગોરખપુર પેટાચૂંટણી પહેલા ગઠબંધન કર્યુ અને સપા ઉમેદવારને જીત મળી.

દલિત ઉત્પીડનનો મુદ્દાનો પણ રાજકીય લાભ લેવાની તૈયારી

દલિત ઉત્પીડનનો મુદ્દાનો પણ રાજકીય લાભ લેવાની તૈયારી

આ વખતે દલિત ઉત્પીડનનો મુદ્દો પણ રાજકીય રંગ લેતો દેખાઈ રહ્યો છે અને એવામાં દલિતોની તારણહાર કહેવાતી બસપા સાથે કોંગ્રેસનું ગઠબંધન એમની સીટોની સંખ્યા વધારવાનું કામ કરી શકે છે. દલિત મતદારોને બસપાની તાકાત માનવામાં આવે છે અને બસપા સાથે ગઠબંધન કરવા પર તેમના મતદારો જોડાણવાળા પક્ષમાં મતો ટ્રાન્સફર કરે છે. આવુ હાલમાં જ જોવામાં આવ્યુ છે.

English summary
congress bsp alliance can be game changer mp rajasthan chhattisgarh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X