ચૂંટણી રૂઝાનઃ રાજસ્થાન, એમપી, છત્તીસગઢમાં ભાજપને ઝટકો, કોંગ્રેસે કર્યો સરકાર બનાવવાનો દાવો
ભાજપ શાસિત રાજ્ય- રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પ્રારંભિક રૂઝાનો મુજબ કોંગ્રેસ સત્તામાં આવતી જોવા મળી રહી છે. અત્યાર સુધી આવેલા પ્રારંભિક રૂઝાનોમાં રાજસ્થાન અને છત્તીસગઢે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. મધ્ય પ્રદેશમાં બંને મોટા પક્ષો વચ્ચે કાંટાની ટક્કર ભલે ચાલી રહી હોય પરંતુ અહીં પણ કોંગ્રેસ મજબૂતી સાથે ધીમે ધીમે આગળ વધી રહી છે. આ વચ્ચે દિલ્લીથી લઈને બધા ચૂંટણી રાજ્યોમાં કોંગ્રેસ મુખ્યાલયમાં ઉજવણી પણ શરૂ થઈ ગઈ છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ નેતા કમલનાથે કહ્યુ છે કે આ પ્રારંભિક રૂઝાન છે પરંતુ અમને પૂરો વિશ્વાસ છે કે અમે સત્તામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પની કોલેજમાંથી ભણેલા સચિન બનશે રાજસ્થાનના સીએમ? વાંચો પ્રોફાઈલ
રાજસ્થાનમાં કોંગ્રેસન કદાવર નેતા અને જોધપુર સરદારપુરાના ઉમેદવાર અશોક ગેહલોતે સત્તામાં આવવાનો પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યુ કે જનાદેશ બદલાવ સ્પષ્ટ સંદેશ આપી રહ્યો છે અને રાજ્યમાં અમે સરકાર બનાવી રહ્યા છે. વળી, કમલનાથે મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે આ માત્ર પ્રારંભિક રૂઝાન છે પરંત અમે પૂર્ણમ બહુમતથી સરકાર બનાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ નક્કી કરશે સંસદના શિયાળુ સત્રની કાર્યવાહી
રાજસ્થાનમાં કોંગ્રેસ આગળ છે માટે મુખ્યમંત્રી અંગે પણ અટકળો શરૂ થઈ ગઈ છે. જો કે અશોક ગેહલોતે કહ્યુ કે સીએમ પદ માટે પાર્ટી હાઈકમાન નક્કી કરશે. રાજસ્થાનમાં સચિન પાયલટ અને અશોક ગેહલોતમાંથી કોઈ એક મુખ્યમંત્રી પદ મળી શકે છે. ગઈ વખતે રાજસ્થાનમાં ભાજપને 162 સીટો પર જીત મળી હતી પરંતુ આ વખતે સત્તાની ચાવી હાથમાંથી નીકળતી દેખાઈ રહી છે. વળી, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ 15 વર્ષો બાદ ભાજપની જમીન સરકતી જોવા મળી રહી છે. આ કોંગ્રેસનું જબરદસ્ત કમબેક માનવામાં આવી રહ્યુ છે.