For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરમાં સત્તાની મલાઇ માટે કોંગ્રેસને બધુ મંજૂર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, (વિવેક શુક્લા): ઠેર-ઠેર સત્તાથી દૂર થઇ રહેલી કોંગ્રેસ હવે જમ્મૂ-કાશ્મીરમાં પીડીપી અને નેશનલ કોંફ્રેંસ બંને સાથે સરકાર બનાવવા કોઇ પણ સંભાવનાથી મનાઇ કરી રહી નથી. એટલે કે તે ક્યારેય પણ કોઇપણ પ્રકારે સરકાર બનવવા માટે તૈયાર છે. સિદ્ધાંતોને તિલાંજલિ આપવા માટે રાજી છે. કોંગ્રેસ નેતા ગુલાબ નબી કહી રહ્યાં છે કે કોંગ્રેસ માટે પીડીપી અને નેશનલ કોંફ્રેસના દરવાજા ખુલ્યા છે.

ગુલાબ નબી આઝાદે એમપણ કહ્યું કે એઝિટ પોલ અનુમાન ફેલ થયું છે. જમ્મૂ-કાશ્મીરમાં ભાજપ અને નરેન્દ્ર મોદીની કોઇ લહેર નથી. જો કે આ વાત સમજથી બહાર છે કે ભાજપના આટલા સારા પ્રદર્શન છતાં આઝાદ સાહેબને લાગી રહ્યું છે કે તેમનું ખરાબ પ્રદર્શન રહ્યું.

ghulam-nabi-azad

ભાજપ સરકાર બનાવશે
આ દરમિયાન ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભાજપ જમ્મૂ કાશ્મીર અને ઝારખંડ બંને પ્રદેશોમાં સરકાર બનાવશે. પ્રશ્ન એ છે કે જમ્મૂ-કાશ્મીરમાં તેમના સહયોગી કોણ છે, નેશનલ કોફ્રેંસ કે પીડીપી?

જો કે ભાજપને એ વાતનો સંતોષ છે કે તેને જમ્મૂ-કાશ્મીરમાં પહેલાં કરતાં સારી સીટો મળી હતી. સમાચાર છે કે ભાજપના રાજધાનીના અશોક રોડ સ્થિત મુખ્યાલયમાં રણનીતિકાર રાજ્યમાં આગામી સરકાર બનાવવાની તમામ સંભાવનાઓ પર વિચાર કરી રહ્યાં છે. ત્યાં તો મિઠાઇઓ વહેંવાનો દૌર ચાલુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ મુખ્યાલયમાં નેતા ચૂંટણીઓમાં પળ-પળ પરિણામો પર નજર રાખી રહ્યાં છે. પાર્ટીના નેતા માને છે કે આઝાદ ઉમેદવાર ભાજપની સાથે ઉભા રહી શકે છે પરિણામો આવ્યા બાદ જો તેમને લાગે છે કે સરકાર ભાજપ બનાવવાની હાલાતમાં છે.

આ દરમિયાન જમ્મૂ કાશ્મીરમાં ભાવિ સરકારની ભાવિ તસવીર બનવા લાગી છે. ઝારખંડમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. બીજી તરફ જમ્મૂ કાશ્મીરમાં ભાજપને ફાયદો થયો છે. જો કે તેને પીડીપી સહિત બીજી અન્ય પાર્ટીઓ દ્વારા આકરી ટક્કર મળી રહી છે. રાજ્યમાં ગઠબંધન સરકારના આસાર બની રહ્યાં છે.

English summary
For power in Kashmir, Congress can do anything. They are ready to join hands with PDP or National Conference.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X