For Quick Alerts
For Daily Alerts
કોંગ્રેસના ચાણક્ય અહેમદ પટેલની રાજકીય સન્માન સાથે કરાઇ દફનવિધી
કોંગ્રેસના ચાણક્ય કહેવાતા અહેમદ પટેલની આજે ગુજરાતના ભરૂચ જિલ્લા સ્થિત તેમના પૈતૃક ગામ(પીરામણ)માં રાજકીય સન્માન સાથે દફન કરવામાં આવી. તેમની અંતિમ ઇચ્છા અનુસાર માતાપિતાની કબરની બાજુમાં જ તેમને દફનાવવામાં આવ્યા. જનાજાની નમાઝ બાદ તેમની દફનવિધિ કરવામાં આવી. હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા. તેમની અંતિમ ક્રિયામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ભરૂચ પહોંચ્યા. તેમની હાજરીમાં સેંકડો લોકોની ભીડ સાથે પટેલના શબને કબ્રસ્તાન તરફ લઈ જવામાં આવ્યો. કોંગ્રેસના એક નેતાએ જણાવ્યુ કે પટેલના સુપુર્દ-એ-ખાકમાં ઘણા રાજ્યોના કોંગ્રેસ કાર્યકર્તા શામેલ થવા આવ્યા હતા.
યુઝર પર ભડક્યા કપિલ શર્મા, જવાબ આપી ટ્વીટ કર્યું ડીલીટ