For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Twitterના CEO જેક દોરજીએ રાહુલ ગાંધીને બતાવ્યુ પોતાનુ ટેટુ, ફોટા વાયરલ

ટ્વિટરના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) અને સહ-સંસ્થાપક જેક દોરજી હાલમાં ભારતના પ્રવાસે છે.

|
Google Oneindia Gujarati News

ટ્વિટરના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) અને સહ-સંસ્થાપક જેક દોરજી હાલમાં ભારતના પ્રવાસે છે. ભારત ભ્રમણ દરમિયાન સોમવારે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે દિલ્લીમાં મુલાકાત કરી. બંનેની મુલાકાત ઘણી સુખદ રહી અને આ દરમિયાન બંનેએ અમુક પળો સાથે વિતાવી. આ મુલાકાતના ફોટા રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યા છે. જેમાં દોરજી ખુશીથી રાહુલ ગાંધીને પોતાનું ટેટુ બતાવતા જોવા મળી રહ્યા છે. બંનેએ મુલાકાત દરમિયાન 'ફેક ન્યૂઝ' ની સમસ્યાના ઉકેલ સંદર્ભમાં પણ વાત કરી.

આ પણ વાંચોઃ 'જામીન પર જીવતા લોકો મોદીને સર્ટિફિકેટ વહેંચી રહ્યા છે': બિલાસપુર રેલીમાં પીએમઆ પણ વાંચોઃ 'જામીન પર જીવતા લોકો મોદીને સર્ટિફિકેટ વહેંચી રહ્યા છે': બિલાસપુર રેલીમાં પીએમ

‘ફેક ન્યૂઝ' ની સમસ્યા પર પણ ચર્ચા

કોંગ્રેસના યુવરાજે પોતાના ટ્વિટમાં લખ્યુ છે કે ટ્વિટરના સહ-સંસ્થાપક તેમજ સીઈઓ જેક ડોરસે સાથે આજે સવારે વાતચીત થઈ. ટ્વિટર વૈશ્વિક સ્તરે સર્વાધિક પ્રભાવશાળી મંચ રૂપે ઉભર્યુ છે. તેમણે કહ્યુ કે જેકે સંવાદને સાર્થક બનાવવા અને ફેક ન્યૂઝની સમસ્યાને ઉકેલવા માટે લેવાઈ રહેલા પગલાં વિશે પણ જણાવ્યુ.

ભારત આવવા પર વ્યક્ત કરી હતી ખુશી

ભારત આવવા પર વ્યક્ત કરી હતી ખુશી

તમને જણાવી દઈએ કે વિશ્વની જાણીતી હસ્તીઓમાં શામેલ દોરજીએ ભારત આવવા પર ટ્વિટ કર્યુ હતુ કે ઘણા વર્ષોની રાહ અને અહીં આવવાની ઈચ્છા સાથે ભારત પહોંચ્યો, મને ખૂબ જ ખુશી થઈ રહી છે.

અદભૂત ટીચર

અદભૂત ટીચર

ભારત આવતા જ તેમણે સૌથી પહેલા બૌદ્ધ ગુરુ દલાઈ લામાને મળ્યા જેમને તે પોતાના અદભૂત ટીચર માને છે.

શું છે ટ્વિટર

શું છે ટ્વિટર

ટ્વિટર એક સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ છે જેની સ્થાપના વર્ષ 2006માં કરવામાં આવી હતી. ટ્વિટર રિયલ ટાઈમ બેસ્ડ સોશિયલ સાઈટ છે જેમાં લગભગ બધી સરકારી ઓફિસ, બેંક, નેતા, અભિનેતા, બિઝનેસમેન ટ્વિટનો ઉપયોગ કરે છે. તમે તમારી ઈચ્છા અનુસાર કોઈને પણ ફોલો કરીને તેના વિશે લેટેસ્ટ જાણકારી મેળવી શકો છો.

આ પણ વાંચોઃ મળો અસલી જિંદગીના 'ન્યૂટન'ને, જે ગર્વ સાથે નિભાવી રહ્યા છે પોતાની ચૂંટણી ફરજોઆ પણ વાંચોઃ મળો અસલી જિંદગીના 'ન્યૂટન'ને, જે ગર્વ સાથે નિભાવી રહ્યા છે પોતાની ચૂંટણી ફરજો

English summary
Congress chief Rahul Gandhi today met Twitter co-founder and CEO Jack Dorsey, who is in India on his maiden visit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X