ભાજપ અમારા ધારાસભ્યોને 50 કરોડ ઓફર કરી રહી છેઃ કોંગ્રેસ
લોકસભા ચૂંટણીના એક્ઝીટ પોલ આવ્યા બાદથી મધ્ય પ્રદેશના રાજકારણમાં રાજકીય હોબાળો મચી ગયો છે. વિપક્ષી પાર્ટી ભાજપ દાવો કરી રહ્યા છે કે રાજ્યની કમલનાથ સરકાર અલ્પમતમાં છે. આ દરમિયાન કમલનાથ સરકારમાં ખાદ્યમંત્રી પ્રદ્યુમનસિંહે ભાજપ પર ધારાસભ્યોના ખરીદ-વેચાણ કરવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે વિપક્ષ નેતા ગોપાલ ભાર્ગવે સોમવારે ગવર્નરને પત્ર લખીને કહ્યુ હતુ કે કમલનાથ સરકાર અલ્પમતમાં છે. બહુમત સાબિત કરવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવે.
મંગળવારે કમલનાથ સરકારના ખાદ્યમંત્રી પ્રદ્યુમનસિંહે કહ્યુ કે ભાજપ કોંગ્રેસ ધારાસભ્યોના ખરીદ-વેચાણની કોશિશમાં છે. તે એક એક ધારાસભ્યને 25 કરોડ રૂપિયા ઓફર કરી રહી છે. ના પાડવા પર તે 50 કરોડ રૂપિયા આપવા માટે પણ તૈયાર છે. પરંતુ અમારા કોઈ સાથી વેચાવાના નથી. પ્રદ્યુમન સિંહે એ પણ કહ્યુ કે વ્યાપમ, ઈ-ટેંગરિંગ સહિત ઘણા ગોટાળામાં ભાજપના ઘણા નેતાઓ મપાવાના છે. આ ડરના કારણે હવે સરકાર પડી ભાંગવાની કોશિશ કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે રાજ્યમાં કમલનાથ સરકારની રચના થઈ ત્યારથી જ ભાજપ નિશાન સાધતી રહી છે. લોકસભા ચૂંટણી દરમિયાન પણ ભાજપે પ્રચાર કર્યો કે લોકસભા ચૂંટણી બાદ કમલનાથ સરકાર પડી ભાંગશે. આ દરમિયાન એક્ઝીટ પોલના પરિણામોમાં એનડીએને બહુમત મળતો જોઈને એક વાર ફરીથી રાજ્યમાં સરકાર પાડી દેવાના દાવા શરૂ થઈ ગયા અને હવે ભાજપ અને કોંગ્રેસ આ મામલે સામ સામે આવી ગયા છે. હવે ખરીદ-વેચાણના આરોપ લાગી રહ્યા છે. આ પહેલા વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી દરમિયાન પણ પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ભાજપના મોટા નેતાઓ પર કોંગ્રેસ ધારાસભ્યોને ઓફર આપવાના આરોપ લગાવ્યા હતા.
આ પણ વાંચોઃ સટ્ટા બજાર નથી માનતુ, ભાજપની થશે એક્ઝીટ પોલ જેટલી મોટી જીત