વિધાનસભા પેટા ચૂંટણી 2020: કોંગ્રેસે જારી કરી યુપી-ઝારખંડ માટે ઉમેદવારોની લિસ્ટ
નવી દિલ્લીઃ કોંગ્રેસે ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં યોજાનાર વિધાનસભા પેટા ચૂંટણી માટે શુક્રવારે 6 ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. તમને જણાવી દઈએ કે યુપીમાં 7 અને ઝારખંડમાં 2 વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી થવાની છે. કોંગ્રેસે યુપીની જે સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે તેમાં નૌગાંવ સાદાતથી ડૉ. કમલેશ સિંહ, બુલંદશહરથી સુશીલ ચૌધરી, ટુંડલા એસસીથી સ્નેહલતા, ઘાટમપુર એસસીથી કૃપા શંકર અને દેવરિયાથી મુકુંદ ભાસ્કર મણિ ત્રિપાઠીના નામ શામેલ છે. વળી, ઝારખંડની બેરમો સીટથી કોંગ્રેસે કુમાર જયમંગલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
તમને જણાવી દઈએ કે યુપી વિધાનસભા પેટાચૂંટણી માટે આજથી નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્યની 7 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી થવાની છે. પેટા ચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન થશે. 10 તારીખે મતોની ગણતરી થશે. ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેને એક વિધાનસભા સીટથી ત્યાગપત્ર આપવા અને કોંગ્રેસ ધારાસભ્ય રહેલા રાજેન્દ્ર સિંહના નિધનના કારણે ક્રમશઃ દુમકા અને બેરમો સીટ પર પેટા ચૂંટણી કરાવવાની છે.
બિહારની ચૂંટણીની તારીખોના એલાન સાથે જ ચૂંટણી પંચે બધી 54 વિધાનસભા સીટો પર પેટા ચૂંટણીની તારીખોની ઘોષણા કરી હતી. યુપી ઉપરાંત મધ્ય પ્રદેશ, તેલંગાના, ઓરિસ્સા, નાગાલેન્ડ, કર્ણાટક, ઝારખંડ, હરિયાણા, ગુજરાત અને છત્તીસગઢની વિધાનસભા સીટો પર 3 નવેમ્બરે મતદાન થશે. ચૂંટણી પંચ મુજબ 9 ઓક્ટોબરે પેટા ચૂંટણી માટે નોટિફિકેશન જારી કરવામાં આવશે. નામાંકન માટે 16 ઓક્ટોબર છેલ્લો દિવસ છે જ્યારે 19 ઓક્ટોબર સુધી નામાંકન પાછુ લઈ શકાશે. વળી, 10 નવેમ્બરે મત ગણતરી થશે અને આ દિવસે પરિણામો ઘોષિત કરવામાં આવશે.
Congress declares its candidates for upcoming Assembly by-elections to one seat in Jharkhand and five seats in Uttar Pradesh. pic.twitter.com/kwfGJbs4wa
— ANI (@ANI) October 9, 2020
જમ્મુ કાશ્મીરઃ કુલગામમાં સેનાએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા, ફાયરિંગ યથાવત