For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘1984 શીખ હુલ્લડ માટે રાહુલ ગાંધી જવાબદાર નથી': પી ચિદમ્બરમ

થોડા દિવસો પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 1984 શીખ વિરોધી હુલ્લડો પર આપેલા નિવેદનો બાદ હવે પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી અને કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ તેમના બચાવમાં ઉતરી આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

થોડા દિવસો પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 1984 શીખ વિરોધી હુલ્લડો પર આપેલા નિવેદનો બાદ હવે પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી અને કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ તેમના બચાવમાં ઉતરી આવ્યા છે. ચિદમ્બરમે કહ્યુ કે આના માટે રાહુલ ગાંધીને જવાબદાર ગણી શકાય નહિ. કારણકે તે સમયે તેમની ઉંમર માત્ર 13 કે 14 વર્ષ હશે. શીખ હુલ્લડો અંગે પી ચિદમ્બરમે કહ્યુ કે 1984 માં કોંગ્રેસ સત્તામાં હતી, ત્યારે ખૂબ જ દુઃખદ ઘટના બની અને ડૉ. મનમોહન સિંહે આના માટે સંસદમાં માફી પણ માંગી હતી.

p chidambaram

તે એક ટ્રેજેડી હતી અને દુઃખદ હતી

તેમણે કહ્યુ કે કોઈને દોષમુક્ત જાહેર કર્યા નથી. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યુ કે 1984 શીખ હુલ્લડમાં તેમનો પક્ષ શામેલ નહોતો. યુકેમાં સંસદમાં 1984 માં કરાયેલા એક સવાલ બાદ રાહુલ ગાંધીએ કહ્યુ છે કે મારા મગજમાં આ અંગે કોઈ શંકા નથી કે તે એક ટ્રેજેડી હતી અને દુઃખદ હતી. તમે કહી રહ્યા છો કે હુલ્લડમાં કોંગ્રેસ પક્ષ શામેલ હતો પરંતુ હું તેનાથી સંમત નથી. અચાનક ઘટના થાય છે અને ટ્રેજેડીમાં બદલાઈ જાય છે. આ સાથે રાહુલ ગાંધીએ બીજા પણ ઘણા મુદ્દાઓ કરાયેલા સવાલોના જવાબ આપ્યા.

આ પણ વાંચોઃ આરએસએસના વિચારો અરબ દેશોના મુસ્લિમ બ્રધરહુડ જેવાઃ રાહુલ ગાંધીઆ પણ વાંચોઃ આરએસએસના વિચારો અરબ દેશોના મુસ્લિમ બ્રધરહુડ જેવાઃ રાહુલ ગાંધી

રાહુલના નિવેદન પર ભાજપે સાધ્યુ નિશાન

લંડનની સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ઈન્ટરએક્ટિવ સેશન બાદ રાહુલ ગાંધીને ફરીથી એક વાર શીખ હુલ્લડો બાદ મનમોહન સિંહે કરેલા નિવેદન અંગે સવાલ કરવામાં આવ્યા. જેના પર રાહુલ ગાંધીએ જવાબ આપતા કહ્યુ કે હું હિંસાનો શિકાર છુ અને હું સમજી શકુ છુ કે હું શું અનુભવુ છુ. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ લંડનમાં આપેલી સ્પીચ પર ભાજપે નિશાન સાધ્યુ હતુ. ભાજપે કહ્યુ હતુ કે રાહુલ ગાંધી વિદેશમાં જઈને ભારતને નીચુ બતાવી રહ્યા છે. એટલા માટે તેમણે પોતાના નિવેદન પર દેશની જનતાની માફી માંગવી જોઈએ.

આ પણ વાંચોઃ જો મહાગઠબંધન થયુ તો ભાજપ યુપીમાં 5 સીટોમાં સમેટાઈ જશેઃ રાહુલ ગાંધીઆ પણ વાંચોઃ જો મહાગઠબંધન થયુ તો ભાજપ યુપીમાં 5 સીટોમાં સમેટાઈ જશેઃ રાહુલ ગાંધી

English summary
Congress defends Rahul Gandhi over his remark on 1984 anti-Sikh riots, says he was just 13 or 14 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X