For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી પંચ સામે PMની ફરિયાદ લઇને કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું

દિલ્હીમાં પીએમ મોદી અને ભાજપના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ લઇને કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચ પાસે પહોંચ્યું. જાણો આ અંગે વિગતવાર અહીં.

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની શરૂઆત પહેલા કોંગ્રેસ અને ભાજપે દિલ્હીના ચૂંટણી પંચનો દરવાજો ખખડાવ્યો છે. ભાજપે જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ઇન્ટરવ્યૂને લઇને ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી છે. ત્યાં જ બીજી તરફ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ પણ નરેન્દ્ર મોદી, અમિત શાહ, અરુણ જેટલી અને પીયૂષ ગોયલની ફરિયાદ લઇને ચૂંટણી પંચ સમક્ષ પહોંચ્યું છે. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે ભાજપના નેતાઓ પર ચૂંટણી સમયે આચાર સંહિતાના ભંગનો આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસે કહ્યું છે કે પીએમ મોદી FICCI પ્લેટફોર્મનો ઉપયોગ કોંગ્રેસ પર હુમલો કરવા માટે કરે છે. સાથે જ કોંગ્રેસે ચૂંટણી પંચ પર પણ સવાલ ઉઠાવ્યા છે. વધુમાં કોંગ્રેસના નેતાએ ભાજપ દ્વારા ચૂંટણી પંચના હવાલે ગુજરાતમાં મીડિયા કર્મીઓને ધમકાવીને રાહુલ ગાંધીનો ઇન્ટરવ્યૂ હટાવાનો આરોપ પણ લગાવ્યો છે. અને ચૂંટણી પંચના નામનોનો ખોટી રીતે ઉપયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. નોંધનીય છે કે ચૂંટણી પંચે રાહુલ ગાંધીનો ઇન્ટરવ્યૂ લેનાર અને તે અંગે છાપનાર તમામ ચેનલને તે ઇન્ટરવ્યૂ હાલ ના બતાવાનું જણાવ્યું છે. અને આ અંગે નોટિસ પણ જાહેર કરી છે. વધુમાં કોંગ્રેસના પ્રતિનિધિમંડળને મળ્યા પછી ચૂંટણી પંચે આ મામલે તપાસ કરવાનું આશ્વાસન આપ્યું છે.

English summary
Congress delegation reaches Election Commission office in Delhi, says PM Modi, BJP President Amit Shah, FM Arun Jaitley & RM Piyush Goyal have violated Model Code of Conduct again & again.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X