For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસે કરી માંગ - બધાનો કરાવવામાં આવે કોરોના ટેસ્ટ

દિલ્લીમાં કોરોના સંક્રમણથી બચવા માટે ગૃહમંત્રી અમિત શાહ અને તેમની ટીમ સક્રિય થઈ ગઈ છે. બેકાબૂ થઈ રહેલી સ્થિતિમાં રવિવારથી અમિત શાહ એક પછી એક બેઠકો કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લીમાં કોરોના સંક્રમણની સ્થિતિ સતત ગંભીર થઈ રહી છે, દેશની રાજધાની હોવા છતાં અહીંની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. દિલ્લીમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો 41 હજારને પાર કરી ગયો છે. અહીં કોરોનાથી મરનાર લોકોની સંખ્યા વધીને 1271 થઈ ચૂકી છે. આ સંકટની ઘડીમાં દિલ્લીમાં કોરોના સંક્રમણથી બચવા માટે ગૃહમંત્રી અમિત શાહ અને તેમની ટીમ સક્રિય થઈ ગઈ છે. બેકાબૂ થઈ રહેલી સ્થિતિમાં રવિવારથી અમિત શાહ એક પછી એક બેઠકો કરી રહ્યા છે.

બધાનો કોવિડ-19નો ટેસ્ટ કરાવવો જોઈએ

બધાનો કોવિડ-19નો ટેસ્ટ કરાવવો જોઈએ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે બધા પક્ષો સાથે બેઠક કરીને કોરોના વાયરસ સંકટ પર ચર્ચા કરી. અમિત શાહની અધ્યક્ષતામાં સંપન્ન થયેલી બેઠકમાં દિલ્લી કોંગ્રેસ પ્રમુથ અનિલ કુમાર અને આપ પાર્ટી(આપ) નેતા સંજય કુમાર પણ શામેલ થયા. કોંગ્રેસ પાર્ટીએ માંગ કરી કે બધાનો કોવિડ-19નો ટેસ્ટ કરાવવો જોઈએ કારણકે એ બધાનો અધિકાર છે. કોંગ્રેસે એ પણ માંગ કરી કે 10,000 રૂપિયાની ચૂકવણી દરેક એ પરિવારને કરવી જોઈએ જેના સભ્ય સંક્રમિત છે. બેઠકમાં પાર્ટીએ જણાવ્યુ કે ચોથા વર્ષના મેડિકલ છાત્રોનો કોવિડ-19 સંકટ દરમિયાન મદદ આપવા માટે બિન સ્થાયી નિવાસી ડૉક્ટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આપ નેતા સંજય કુમારે કહ્યુ હતુ કે કોંગ્રેસે દિલ્લીમાં મહામારીની બગડતી સ્થિતિ સામે લડવા માટે સકારાત્મક સૂચનો આપ્યા છે.

દરેક વ્યક્તિનો વ્યાપક આરોગ્ય સર્વેક્ષણ કરવામાં આવશેઃ અમિત શાહ

દરેક વ્યક્તિનો વ્યાપક આરોગ્ય સર્વેક્ષણ કરવામાં આવશેઃ અમિત શાહ

અમિત શાહે રવિવારે દિલ્લીમાં કોરોના વાયરસની સ્થિતિ પર ઘણી બેઠકો કરી. પહેલા લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન અને અન્ય લોકો સાથે અને બાદમાં નિગમોના મોટા અધિકારીઓ સાથે બેઠક કરી. તેમણે ત્યારે રાજધાની દિલ્લીમાં કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે ઘણા ઉપાયોની ઘોષણા કરી. ટ્વિટર પર શાહે કહ્યુ કે કોરોના વાયરસના પ્રસારની તપાસ માટે દરેક વ્યક્તિનો વ્યાપક આરોગ્ય સર્વેક્ષણ કરવામાં આવશે.

બેઠક ખૂબ જ ઉત્પાદક હતીઃ કેજરીવાલ

બેઠક ખૂબ જ ઉત્પાદક હતીઃ કેજરીવાલ

શાહે કોવિડ-19ના મેનેજમેન્ટમાં દિલ્લી સરકારની મદદ માટે ચાર આઈએએસ અધિકારીઓની તત્કાળ ટ્રાન્સફરના પણ નિર્દેશ આપ્યા હતા. જે મુજબ અંદમાન અને નિકોબારના બે અધિકારીઓ અને અરુણાચલ પ્રદેશના બે અધિકારીઓને નવી દિલ્લીનો હવાલો સોંપી દેવામાં આવ્યો. કેજરીવાલે બાદમાં કહ્યુ કે શાહ સાથે બેઠક ખૂબ જ ઉત્પાદક હતી અને મુખ્ય વિષયો પર વિસ્તૃત ચર્ચા બાદ સંયુક્ત રીતે નિર્ણય લેવામાં આવ્યા. એક નિવેદનમાં દિલ્લી સરકારે કહ્યુ કે કેન્દ્ર અને આપે ડિસ્પેન્સ બેડની ક્ષમતા વધારવા, પરીક્ષણ વધારવા અને અન્ય મહત્વપૂર્ણ પહેલ કરવા માટે તત્કાલ કાર્ય યોજના પર સંમતિ વ્યક્ત કરી છે.

સુ</a><a target=શાંત સિંહના પોલિસ અધિકારી જીજાજીએ કહ્યુ - ષડયંત્રની શંકા, તપાસ કરાવીશુ" title="સુશાંત સિંહના પોલિસ અધિકારી જીજાજીએ કહ્યુ - ષડયંત્રની શંકા, તપાસ કરાવીશુ" />સુશાંત સિંહના પોલિસ અધિકારી જીજાજીએ કહ્યુ - ષડયંત્રની શંકા, તપાસ કરાવીશુ

English summary
Congress demands Corona test for everyone in allparty meeting with Amit Shah.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X