For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસમાં સામી છાતીએ લડવાની હિમ્મત નથી : મોદી

|
Google Oneindia Gujarati News

વેરાવળ (જૂનાગઢ), 1 ડિસેમ્બર : મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચુંટણી પ્રચાર ઝુંબેશનો પ્રભાસ પાટણ ખાતે આવેલ સોમનાથ દાદાના દર્શન કરી પ્રારંભ કર્યો. સોમનાથ મંદિરમાં ભગવાન સોમનાથ દાદાના દર્શન કર્યા પછી મોદીએ વેરાવળમાં ચુંટણી સભાને સંબોધી અને જણાવ્યું કે કોંગ્રેસમાં સામી છાતીએ લડવાની હિમ્મત નથી.

Modi

અજાણ્યાને ન સોંપાય ગુજરાતનું નાવડું
મોદીએ પોતાના ભાષણની શરુઆત વિધાનસભા ચુંટણી 2012નો મહત્વ બતાવતા કરી. તેમણે જણાવ્યું કે આ ચુંટણી આપનો ધારાસભ્ય કોણ બને, એના કરતાં વધારે મહત્વની છે ગુજરાતમાં કેવી સરકાર જોઇએ છે. કોના હાથમાં ગુજરાત સલામત છે. કોના ભરોસે ગુજરાતને મૂકી શકાય એનો નિર્ણય કરવાનો છે. આ દરિયાકાંઠાના માનવીઓ છે. તમારૂ નાવડુ કોઈ અજાણ્યા હાથમાં ન મુકાય. તો આવડુ મોટુ ગુજરાત કોઈને દેવાય? જો અજાણ્યા હાથમાં નાવડુ ગયુ, તો પાછું ન આવે.

તેમણે જણાવ્યું કે આપણે ગુજરાતને ડુબવા દેવું નથી. પાછુ ન મળે એવું કરી શકીએ? જો ગુજરાતને સલામત રાખવું હોય, વિકાસની ઊંચાઇએ લઈ જવુ હોય, તો આપણે એવા હાથમાં ગુજરાત મુકવું જોઇએ જેને આપણે 11-11 વરસથી અનુભવ કરીએ છીએ.

મજૂરિયો મુખ્યમંત્રી છું
મુખ્યમંત્રીએ સભામાં ઉપસ્થિત લોકોને પુછ્યું કે તમને પણ કુટુમ્બ કબીલામાં કામ કરતાં-કરતાં આળસ આવતું હશે, એક દાડા આરામ કરવાનું મન થતું હશે, વૅકેશન મનાવી લઇએ, કુલુ મનાલી જઈ આવીએ. દરેકને એક દિવસનો તો આરામ તો જોઇતો જ હોય છે, પરંતુ આ ગુજરાતમાં તમને એક એવો મજૂરિયો મળ્યો છે. એક એવો મજદૂર મુખ્યમંત્રી મળ્યો છે કે જેણે અગિયાર વરસમાં એક કલાક પણ આરામ કરવા કાઢ્યો નથી. શા માટે? ગરીબ માનવી કેટલી આશા અને આકાંક્ષાથી મત આપતો હોય છે, કેટ-કેટલા સપના જોતો હોય છે, સંતાનોને ગરીબીમાંથી બહાર લાવવાના સપના જોતા હોય છે. શું મારા આ ગરીબના સપના એના બોઝ બનવા જોઇએ? શું મારા દુઃખિયારાના સપના એનો અંગત સ્વપ્ન બનવું જોઇએ. ગરીબનું સપનું પણ ગુજરાત સરકારનું સપનું બનવું જોઇએ. દુખિયારાનો દુઃખ પણ ગુજરાત સરકારની વેદના બનવી જોઇએ. તેમણે જણાવ્યું કે 11-11 વરસ થઈ ગયાં. એક ધારો જે પ્રેમ મળ્યો છે તે નાનીસૂની વાત નથી. આજના યુગમાં નેતાઓ ટીવી પર દર અડધી મિનિટે, સવાર-સાંજ દેખાય છે. આમ છતાં તાપમાં જનતા જનાર્દન આવે, એનો અર્થ એ થયો કે આ પ્રેમની વર્ષા છે. જ્યારે પ્રેમની વર્ષા થતી હોય, તો પછી મતની વર્ષામાં ક્યારેય કોઈ રુકાવટ નહિં આવે.

કોંગ્રેસ છેતરપિંડી કરનાર પાર્ટી
મુખ્યમંત્રીએ સવાલ ઉઠાવ્યો કે કોઈ જબાનનો પાકો માણસ ન હોય, તો ભરોસો કરો? કોઈ માણસ ભુલ કરો તો માફ કરાય, પણ છેતરપિંડી કરે, તો માફ કરાય? કોંગ્રેસ ઉપર પ્રહાર કરતાં મોદીએ જણાવ્યું કે કોંગ્રેસે જે છેતરપિંડી કરી છે તેનાથી કદાચ અહીં બેઠેલા લોકોનું સીધુ નુકસાન ન થયું હોય, પરંતુ એવા લોકો પર વિશ્વાસ કરી શકાય? કોંગ્રેસને પગથી માથા સુધી ઓળખી લેવું જોઇએ. પ્રજાની આંખોમાં ધુળ નાંખી વોટ લઈ ભાગી જાય. પછી પુછવાય ન આવે.

મોંઘવારી ઓછી કરવાનો વાયદો ભુલી કોંગ્રેસ
2009ની લોકસભા ચુંટણીમાં 100 દિવસમાં મોંઘવારી દુર કરવાનો કોંગ્રેસે વચન આપ્યો હતો, પરંતુ મોંઘવારી દુર થવાને બદલે વધી ગઈ. એટલું જ નહિં, ગૅસના બાટલાય પડાઈ લીધા. ગરીબના ઘરમાં ચૂલોય ન સળગે, એવી દશા કરી મુકી. આ છેતરપિંડી કહેવાય કે નહિં? આવા લોકોને માફ કરાય? આ ચુંટણીમાં એવા લોકોને સજા કરવી પડે. આ કોંગ્રેસમાં સામી છાતીએ લડવાની હિમ્મત નથી. એટલે ચુંટણીમાં અપક્ષો ઊભા રખે. પૈસા આપીને અપક્ષો ઊભા રાખે. વોટ કટાઓ... વોટ કટાઓ.. રોજ રાત્રે ભેગા થાય અને પૈસાની લ્હાણી કરાય. જે કોંગ્રેસમાં સામી છાતીએ લડવાની હિમ્મત ન હોય, એનો ક્યારેય ભરોસો ન કરાય. જે કોંગ્રેસના નાચે નાચતા હોય, કટકી કરતા હોય, એમની તો સામેય ન જોવાય.

12 વરસનું બાળક પણ જાણે છે કે કોંગ્રેસને મૅન્ડેટ ન અપાય
મોદીએ વિસાવદરમાં કોંગ્રેસી ઉમેદવારના હાથે મૅન્ડેટ છિનવાઈ જવાના બનાવ અંગે જણાવ્યું કે ગયા અઠવાડિયે જૂનાગઢ જિલ્લામાં એક બનાવ બન્યો. તે મહત્વનો અને સમજવા જેવો બનાવ હતો. કોંગ્રેસ વાળા આંસુ સારતા હતાં. બચાઓ... મરી ગયાં... આવી બન્યું... 12 વરસનો છોકરો અમારા ઉમેદવારનું મૅન્ડેટ લઈને ભાગી ગયો. આ જુઠાણાને પ્રજા જાણતી નથી? તમે તમારી પાર્ટીમાં એક-બીજાને મૂરખ બનાવી શકતા હશો, છ કરોડ ગુજરાતીઓને ક્યારેય નહિં બનાવી શકો. ઘડી ભર વિચાર કરીએ કે કોંગ્રેસે કહ્યું કે 12 વરસનું બાળક અમારૂં મૅન્ડેટ પડાવી ગયું. આ તો એક શુભ સંકેત છે. આ મારા ગુજરાતનું 12 વરસનું છોકરું પણ સમજે છે કે આ કોંગ્રેસને મૅન્ડેટ ન અપાય.

કાર્યકરોને પણ છેતર્યાં
કોંગ્રેસના મિત્રોએ એમના પોતાના કાર્યકરો સાથે કેવી છેતરપિંડી કરી છે, તે સમજવા જેવી છે. કોંગ્રેસે 1 વરસ પહેલા જાહેરાત કરી હતી કે અમે 1લી મેએ કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરી દઇશું. આ જાન્યુઆરી મહીનામાં કહ્યુ હતું. નેતાઓને થયું કે ગાજર લટકાવ્યુ છે, દોડો. છ મહીના સુધી દોડાયાં. હાંફી જાય એમ દોડાયાં. 1લીમેએ જાહેર કર્યા હતાં? આ કાર્યકરો સાથે છેતરપિંડી કહેવાય કે નહિં? પછી કાર્યકરો પુછવા લાગ્યાં, તો કહેવાયું કે 15 ઑગસ્ટે જાહેર કરીશું. એ પણ ન કર્યાં. કોંગ્રેસે તો એટલી હદે છેતરપિંડી કરી કે ઉમેદવારી ફૉર્મ ભરવાની છેલ્લી મિનિટ સુધી જાહેર ન કરાયાં. નેતાઓ કાર્યકરોને મળવા તૈયાર નથી. આ દશા છે કોંગ્રેસની. જે પક્ષના નેતાઓને એમના કાર્યકરોથી મોં છુપાવવું પડે. એ ગજરાતનું ભલું શુ કરી શકે. આ લોકોની દુર્દશા કેવી છે.

એનસીપીને પણ ન છોડી
બીજી છેતરપિંડી કરી. કોંગ્રેસની કેન્દ્ર સરકારમાં શરદ પવારની પાર્ટી એનસીપી ગુજરાત વિધાનસભા ચુંટણીમાં પણ તે કોંગ્રેસની ભાગીદાર પાર્ટી છે. કોંગ્રેસની સાથે તે મોદીની હાય-હાય કરે છે. એવી એનસીપી જોડે કોંગ્રેસ સમજૂતી કરી. નવ સીટો ઉપર એનસીપી લડશે. બાકી પર કોંગ્રેસ. જેની જોડે આઠ વરસથી ભાગીદારી છે. તેવી એનસીપી જોડે સમજૂતીની છડેચોક જાહેરાત કર્યા છતાં છેલ્લી ઘડીએ એનસીપીના ઉમેદવારો સાથે સમાનાંતર ફૉર્મ ભરાવ્યાં અને એનસીપીની પીઠમાં ખંજર ભોંક્યો છે. સાથી પક્ષના પીઠમાં ખંજર ભોંકતા હોય, દગો કરતા હોય, છેતરપિંડી કરતાં હોય, તેવી કોંગ્રેસ પાર્ટી પર ભરોસો કરાય? આ પ્રકારની છેતરપિંડી જ તેમની તરકીબો છે.

શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ ખુંચે છે કોંગ્રેસને
આ અહીં જ નથી અટકતી. ગપગોળા ચલાવે છે. વાત-વાતમાં જુઠાણાં કોંગ્રેસના મિત્રો દિવસ-રાત ચલાવે છે. ગયા છ મહીનાથી એક જુઠાણું જોતા આવ્યા છો. ગુજરાતમાં શિક્ષણ મોંઘુ થવાની એડ અંગે જણાવ્યું કે કોંગ્રેસને સોમનાથની ભૂમિ ઉપરથી પડકાર ફેંકુ છું
જ્યારે પહેલી વાર 2001માં ગાંધીનગરમાં બેઠો, ત્યારે રાજ્યમાં માત્ર 13 હજાર બેઠકો એંજીનીયરિંગની બેઠકો હતી. એડમિશન મળતા નહોતા. ગુજરાતના વિદ્યાર્થીઓ બહારનારાજ્યોમાં જતાં. 20-20 લાખનાડોનેશન આપે. માં-બાપને ચિંતા થાય. છોકરો બગડી તો નહિં જાય. સેંકડો રુપિયા બચાવ્યાં. મેં નક્કી કર્યું કે ગુજરાતનો પૈસો બહારના રાજ્યોમાં નહિં જવા દઉં. ગુજરાતના ગરીબ માનવીને ડોનેશનથી ભણવાની મજબૂરમાંથી બહાર લાવીશ. આજે ગર્વ સાથે કહેવું છે કે 13 હજાર બેઠકોથી આજે 90 હજાર બેઠકો થઈ ગઈ છે. 45 ટકા વાલું બાળક પણ આજે એંજીનિયરિંગ માં એડમિશન લઈ શકે. કોંગ્રેસ કહે છે કે શિક્ષણનું વ્યાપારીકરણ થયું છે. મારે જવાબ આપવો છે કે અહીં પડોસમાં મહારાષ્ટ્રમાં કોં્રેસની સરકાર છે. સતત દસ વરસથી કોંગ્રેસની સરકાર છે. ગુજરાત પાસે સરકારી એંજી. કૉલેજો કેટલી છે? અને મહારાષ્ટ્રમાં કેટલી છે? ગુજરાત કરતાં મહારાષ્ટ્ર મોટું છે. મુંબઈ-પુણે જેવા મોટા શહેરો છે. છતાંય મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં સરકારી એંજીનિયરિંગ કૉલેજોની સંખ્યા 7 જ છે, બાકી બધી ખાનગી છે. મોટા ભાગની કોંગ્રેસના નેતાઓની છે.

વાહવાહી નહિં, સંતાનોના સંતાનોનું સુખ જોઇએ
વાહવાહી માટે નહિં, પણ હું તમે તો સુખી થાવ, તમારા સંતાનોના સંતાનો પણ સુખી થાય. મારી મથામણ છે, તમારા સંતાનોના સંતાન સુખી થાય, ત્યાં સુધી મથામણ છે. મુખ્યમંત્રીએ યુપીએ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું કે દિલ્હીની સરકાર દિવસ-રાત ગજરાત સાથે અન્યાય કરે છે. મનમોહન સરકાર ડગલેને પગલે ગુજરાતના વિકાસમાં અવરોધ નાંખે છે. કોંગ્રેસ વાળા ઉછળીને કહે છે કે રુપિયા દિલ્હીથી આવે છે. ગાંધીનગરથી રુપિયા આવે, તો મોદીના ખિસ્સામાંથી આવે છે? કોંગ્રેસ વાળાઓને પુછવું છે કે દિલ્હીના રુપિયા કરિયાવરમાં આવ્યા હતાં. દેશની પ્રજાના કાળી મજૂરીના પૈસા છે. દર વરસે ગુજરાતમાંથી 60 હજાર કરોડનો વેરો દિલ્હીની તિજોરીમાં જમા કરાવે છે.

અમારે રુપિયો ઘસાતો નથી
મોદીએ જણાવ્યું કે દિલ્હીના પૈસાની દશા શું છે, એ તો રાજીવ ગાંધીએ કહ્યું હતું કે દિલ્હીથી નિકળેલો રુપિયા પંદર પૈસા થઈ જાય. આ કેવો પંજો હતો કે જે રુપિયો ઘસી નાંખતો હતો. અમારે તો ગાંધીનરથી રુપિયો નિકળે, તો સોએ સો પૈસા સોમનાથ પહોંચે. વચમાં કોઈ પંજો ઘસે નહિં. એનોમાં પાકો બંદોબસ્ત કર્યો છે. હું ગાંધીનગરની ગાદી પર ચોકીદાર તરીકે બેઠો છું. સોમનાથ દાદાની ધરતી પરથી બોલી રહ્યો છું કે જ્યાં સુધી હું ગાંધીનરની ધરતી પર છું, ત્યાં સુધી તિજોરી પર કોઈ પંજો નહિં પડવા દઉં. પ્રજાના પૈસા છે, પ્રજાના કલ્યાણ માટે છે, લોકોના વિકાસ માટે છે. ગુજરાતના કોઈ પણ ખૂણામાં જાવ, ત્યાં કોઈને કોઈ વિકાસનું કામ ચાલતં જ હશે. પચ્ચીસ કિલોમીટર સુધી કોઈ પણજગ્યાએ જાઓ. ગામડાનો માણસ પણ વાતો કરે છે કે આ મોદી આટલા બધા રુપિયા લાવેથી ક્યાં છે? રુપિયા તો હતાં, પહેલો લોકોના ખિસામાં જતા, હવે પ્રજાના વિકાસ માટે વપરાય છે.

કમળ પર બટન દબાવશો, મારા ખાતામાં સીધું જ આવશે
મુખ્યમંત્રીએ જણાવ્યું કે દિલ્હી સરકારના અવરોધો સામે ઝુકીશ નહિં. મેં નેમ લીધી છે કે ગુજરાતને વિશ્વની ટોચે પહોંચાડીશ. કામ કરવા માટે આશીર્વાદ જોઇએ છે. અહીં કમળ દબાવશો તે સીધું-સીધું મારા ખાતામાં જમા થશે. આઘુ-પાછુ ક્યાંય જશે નહિં. કમળ, વિકાસ, વિજય, વિશ્વાસને મત આપશો? મુખ્યમંત્રી બન્યો, એના પહેલાં સોમનાથ દાદા હતા, દરિયો હતો, સિંહ હતાં. કોઈ કાગડો ય ફરકતોતો. આજે ટુરિઝ્મ વધ્યું કે નહિં, રિક્શા વાળો, માળી, રમકડા વેચનાર, નાનામાં નાનો માનવી કમાય છે. અમે આખા દેશમાં ખુશબૂ ગુજરાતની ફેલાવી છે. વિદેશી ટીવી ચૅનલોમાં પણ, કોઈ પણ ભાષાની ચૅનલોમાં અફ્રીકા, જાપાન, ચીન ત્યાં પણ આ સોમનાથ દર્શનના ટીવી પર લોકો કરતાં હોય, એવું અમે કર્યું છે. આખા ટુરિઝ્મનું વિકાસ કરવાનું તેમને સુઝ્યું નહિં. ગિરમાં એકાધ સિંહનું મૃત્યુ થયું હોય, તો આપણને ઘરમાં સંતાનનું મૃત્યુ થયં હોય એવું દુઃખ થાય છે. રાજસ્થાનમાં કોંગ્રેસના રાજમાં વાઘ જોવા નથી મળતો. અને અમે દુનિયામાં અમારા સિંહને પહોંચાડ્યાં છે. અહીં સિંહ વધે છે, ત્યાં વાઘ ઘટે છે. આ કોંગ્રેસના હાથમાં ગયુ હોત, તો આ સિંહોનું પણ આવ્યું બન્યુ હોત. આ બર્બાદ કરવા બેઠા લોકો છે.

English summary
Gujarat Chief Minister Narendra Modi said that Congress did not have the courage to fight openly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X