For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસનું ઓપરેશન ‘શક્તિ', 50 સભ્યો જોડો, રાહુલ ગાંધી કરશે ફોન

બ્લોક સ્તર પર 50 સભ્યોને જોડો અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વ્યક્તિગત રૂપે તમને ફોન કરશે અને પક્ષના તમારા યોગદાનની સમિક્ષા કરશે.

|
Google Oneindia Gujarati News

બ્લોક સ્તર પર 50 સભ્યોને જોડો અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વ્યક્તિગત રૂપે તમને ફોન કરશે અને પક્ષના તમારા યોગદાનની સમિક્ષા કરશે. 2019 માં થનારી ચૂંટણીની તૈયારી રૂપે કોંગ્રેસે એક અભિયાનની શરૂઆત કરી છે. કોંગ્રેસે 2019 ચૂંટણી માટે ભૂમિસ્તરે કાર્ય કરનારા કેડરોને જોડવા અને તેમને પ્રશિક્ષિત કરવાની નવી પહેલ કરી છે અને પછી તેને ક્રેડિટ બેઝ્ડ મોબાઈલ એપના માધ્યમથી નવા સભ્યોને જોડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

પક્ષનું ઓપરેશન ‘શક્તિ'

પક્ષનું ઓપરેશન ‘શક્તિ'

કોંગ્રેસે રાજસ્થાન અને છત્તીસગઢ, દિલ્હી, મુંબઈ અને તેલંગાનાની આગામી ચૂંટણી સાથે આની શરૂઆત કરી છે. પક્ષે ઓપરેશન ‘શક્તિ'ના માધ્યમથી બુથ સ્તરના કેડરોની ઓળખ કરાવવાનું શરૂ કરી દીધુ છે જ્યાં પ્રત્યેક કાર્યકર્તા એક મોબાઈલ નંબર પર સંદેશ મોકલીને પોતાને રજીસ્ટર કરાવે છે. બીજુ ચરણ સભ્યોને જોડવાનું કે ઓળખવાનું છે. પ્રત્યેક નોંધણી સાથે કાર્યકર્તાને એક અંક કે ક્રેડિટ મળે છે. રાજ્ય એકમ આને પૂરી રીતે ટ્રેક કરવાનું કામ કરી રહી છે. રોજના ટૉપ 3 કાર્યકર્તાઓને રાજ્યના અધ્યક્ષ દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે અને તેમનો ઉત્સાહ વધારવામાં આવી રહ્યો છે.

વધુ સભ્યો જોડનારને પુરસ્કૃત કરવામાં આવે છે

વધુ સભ્યો જોડનારને પુરસ્કૃત કરવામાં આવે છે

રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ સચિન પાયલટ કહે છે, "અમે રાજ્યમાં 2 લાખથી વધુ કાર્યકર્તાઓની ઓળખ કરી છે. હવે બીજુ ચરણ શરૂ થયુ છે જ્યાં અમે પોતાના બુથ કાર્યકર્તાઓને નવા સભ્યોની નોંધણી કરવાનું કહ્યુ છે. અમે એક ક્રેડિટ સિસ્ટમ લાગુ કરી છે. જ્યાં પક્ષની સાથે વધુ સભ્યોને જોડનારાને પુરસ્કૃત કરવામાં આવે છે. આ સાથે અમને એક આધાર પણ મળી રહ્યો છે કે ભવિષ્યમાં પક્ષની જવાબદારીઓ કોને સોંપવામાં આવી શકે છે."

કોંગ્રેસનું મિશન 2019

કોંગ્રેસનું મિશન 2019

છત્તીસગઢ પ્રભારી પીએલ પુનિયાએ કહ્યુ કે આ રીતે આ કોંગ્રેસ કાર્યકર્તાઓનું મનોબળ વધારનાર સાબિત થઈ રહ્યુ છે. અમે 500 થી વધુ કાર્યકર્તાઓની નોંધણી કરી લીધી છે અને તે લોકો બધા વિસ્તારોમાં ફેલાયેલા છે. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં આ મુશ્કેલ હતુ પરંતુ અમે તેને સફળતાપૂર્વક આગળ વધાર્યુ છે.

English summary
congress expanding its booth level strength ahead of 2019 elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X