For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી પર નિર્ણય અંગે કોંગ્રેસનો આરએસએસ પર પ્રહાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર : કોંગ્રેસે આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર આરોપ લગાવ્યો કે તેઓ નરેન્દ્ર મોદીને ભાજપાના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા માટે ભગવા પાર્ટી પર પોતાના નિર્ણય થોપી રહ્યા છે. આરએસએસ પાસેથી મંજૂરી મળ્યા બાદ ભાજપાએ લાલકૃષ્ણ અડવાણી તથા પાર્ટીના કેટલાક અન્ય વરિષ્ટ નેતાઓના વિરોધ છતાં નિર્ણય કર્યો છે.

આની પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા સૂચના અને પ્રસારણમંત્રી મનીષ તિવારીએ એક ટ્વિટમાં જણાવ્યું કે 'પુરાતનપંથનો અંચળો પહેરી એક વૃદ્ધ વ્યક્તિ આંતરિક લોકતંત્રના નામે પોતાનો નિર્ણય ભાજપાના ગળે ઉતારવા માંગે છે.'

congress
ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહે આજે સાંજે 5 વાગ્યે સંસદીય બોર્ડની બેઠક બોલાવી છે, જેમાં મોદી પર કોઇ નિર્ણયની જાહેરાત થાય તેવી આશા છે. જાહેરાતમાં વિક્ષેપ બની રહેલા અડવાણીએ ઉલ્લેખ કર્યો છે કે મોદીના નામની જાહેરાત કરવાથી ભ્રષ્ટાચાર અને મોંઘવારી જેવા મુદ્દા પર યુપીએ સરકારની સામે ભાજપાનું અભિયાન નબળું હશે કારણ કે ત્યારે સંપૂર્ણ ધ્યાન મોદી પર હશે.

અડવાણીએ જોકે મુદ્દા પર સાર્વજનિક રીતે કંઇ નથી કહ્યું, પરંતુ તેમના નજીકના સહયોગી સુધીન્દ્ર કુલકર્ણીએ મોદીને સમાજ તથા પાર્ટીમાં 'ધ્રુવીકરણના નેતા' ગણાવી તેમની પર પ્રહાર કર્યો હતો, અને પ્રધાનમંત્રીના રૂપમાં સ્થિર તથા પ્રભાવી સરકાર ચલાવવામાં તેમની યોગ્યતા પર સવાલ ઉઠાવ્યો હતો.

કુલકર્ણીએ મોદીનું નામ લીધા વગર ટ્વિટર પર જણાવ્યું કે 'એક સામાજિક ધ્રુવીકરણ નેતા ખુદ પોતાની પાર્ટીનું પણ ધ્રુવીકરણ કરી દીધું છે. શું તેઓ કેન્દ્રમાં સુગમ, સ્થિર અને પ્રભાવી સરકાર ચલાવી શકે છે? ગંભીરતાથી વિચારો?' મોદી જૂથમાં નેતા એ વાત પર જોર આપી રહ્યા છે કે તેમનું નામ બને તેટલી જલદી જાહેર કરવામાં આવે. જેણે સિંહ પર વ્યાપક સહમતિ બનાવા તથા મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાનું દબાણ બનાવી દીધું.

English summary
Congress fire on RSS at name of Narendra Modi as PM candidate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X