For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Election Express: કોંગ્રેસ ધારણાના કારણે હારી: જયરામ રમેશ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર: લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા છે. લોકસભા ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે કવાયતમાં જોડાઇ ગઇ છે. જે પાર્ટી સરકારમાં છે તે પોતાની ઉપલબ્ધિઓ ગણાવામાં લાગી છે તો વિપક્ષી પાર્ટીઓ લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું સપનું બતાવી રહી છે. અને આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે અમે વનઇન્ડિયા પર દિવસ દરમિયાન બનતી રાજકીય ઘટનાઓ, નિવેદનો અંગે સતત અપડેટ રાખીશું.

દિવસ દરમિયાન રાજકીય પટલ શું બની રહ્યું છે? તે જાણવા માટે માટે વનઇન્ડિયા પર સતત અપડેટ સમાચારો જાણવા સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.

કોંગ્રેસ ધારણાના કારણે હારી: જયરામ રમેશ

કોંગ્રેસ ધારણાના કારણે હારી: જયરામ રમેશ

કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે કહ્યું કે, કોંગ્રેસ ધારણાના કારણે હારી ગઇ છે, કારણ કે ટોચ નેતૃત્વના લોકોમાં સંવાદ થઇ શક્યો નહીં.

બેની પ્રસાદે ફરી મોદી પર આપ્યું અભદ્ર નિવેદન

બેની પ્રસાદે ફરી મોદી પર આપ્યું અભદ્ર નિવેદન

બેની પ્રસાદે ફરી એકવાર મોદી પર અભદ્ર નિવેદન કર્યું છે. તેમણે કહ્યુંકે રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે તો મોદી ગોધરાકાંડ મામલે જેલમાં જશે. તેમણે મોદીની તુલના કુતરાં સાથે કરતા વિવાદ વકર્યો છે.

સરકાર બની તો ચાર વર્ષે પૂર્ણ થતો ગ્રેજ્યુએશન પ્રોગ્રામ રદઃ કેજરીવાલ

સરકાર બની તો ચાર વર્ષે પૂર્ણ થતો ગ્રેજ્યુએશન પ્રોગ્રામ રદઃ કેજરીવાલ

કેજરીવાલે ઘોષણાપત્રમાં કહ્યું કે, જો તેમની સરકાર બનશે તો દિલ્હી વિશ્વવિદ્યાલયમાંથી ચાર વર્ષે પૂર્ણ થતો ગ્રેજ્યુએશન પ્રોગ્રામ રદ થશે, જે અલોકતાંત્રિક રીતે બનાવવામાં આવ્યો છે.

ભાજપ લોકોની આંખોમાં ધૂળ ઝોંકે છેઃ સોનિયા ગાંધી

ભાજપ લોકોની આંખોમાં ધૂળ ઝોંકે છેઃ સોનિયા ગાંધી

સોનિયા ગાંધીએ સાસારામમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટી મોટી મોટી વાતો કરીને લોકોની આંખોમાં ધૂળ ઝોંકી રહી છે. તેની નજર માત્ર ખુરશી પર છે અને તેને મેળવવા માટે તે ભાઇ-ભાઇ વચ્ચે દિવાલ ઉભી કરી રહ્યો છે.

રાહુલ ગાંધીનું નિવાસ પ્રમાણ પત્ર રદ

રાહુલ ગાંધીનું નિવાસ પ્રમાણ પત્ર રદ

યુપીમાં અમેઠી સીડીએમે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું નિવાસ પ્રમાણ પત્ર ખારિજ કરી દીધું છે, તેમણે એટલા માટે ખારિજ કર્યું કે પ્રમાણ પત્ર માટે રાહુલે શરતો પૂરી નથી કરી.

ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો

ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો

ગૌતમબુદ્ધ નગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ખરા સમયે પાર્ટીની છોડીને ભાજપના જોડાઇ ગયા છે. કોંગ્રેસના ઉમેદવાર રમેશચંદ્ર તોમર બીજા કોંગ્રેસી ઉમેદવાર છે જે ટિકિટ મળ્યા બાદ પાર્ટી છોડીને જતા રહ્યાં છે.

English summary
Congress is facing anti-incumbency after 10 years in power, Union minister Jairam Ramesh admitted on Thursday, saying it poses a challenge as the party lost the battle of perception because the top leadership was "not communicative".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X