• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સંકટ સમયે બુરખો ઓઢી લે છે કોંગ્રેસઃ મોદી

By Super
|

પૂણે, 15 જુલાઇઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે કોંગ્રેસ અને કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્યા. પૂણેમાં ભાજપના કાર્યકર્તાઓની બેઠકને સંબોધિત કરતી વખતે મોદીએ કહ્યું કે, કોંગ્રેસ પર જ્યારે-જ્યારે સંકટ આવે છે ત્યારે તે સેક્યુલારિઝમનો બુરખો પહેરીને બંકરમાં ઘુસી જાય છે. કોંગ્રેસની ગત 50 વર્ષથી બુરખો પહેરીને બંકરમાં છૂપી જવાની ચાલ હવે નહીં ચાલે. તેણે દેશમાં મોંઘવારી, બેરોજગારી, ગરીબી પર જવાબ આપવો જ પડશે. કોંગ્રેસની નીતિ છે, ચૂંટણી આવતા ટૂકડાં ફેકતા રહો અને મત મેળવી લો અને પછી પાંચ વર્ષ આરામથી વિતાવે છે.

મોદીએ કોંગ્રેસ પર ગરીબી દૂર કરવાના વચનો પૂરા નહીં કરીને દેશના લોકો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, 1970ના દશકામાં તત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ ગરીબી હટાવોનું સૂત્ર આપ્યું હતું. ઇન્દિરા ગાંધીએ 1971ની ચૂંટણીમાં આપવામાં આવેલા નારા 'ગરીબી હટાવો' અને બાદમાં તેમના પુત્ર અને પુર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી દ્વારા તેનો ઉપયોગ કરવા તરફ ઇશારો કરતા મોદીએ કહ્યું કે 35 વર્ષ પહેલા તેમણે ગરીબી નાબૂદીનું વચન આપ્યું હતું. કોઇ તેમને જઇને પૂછે કે એ વચનનું શું થયું? ભારતના ગરીબ તેમની મત પેટીઓ ભરે છે અને હવે તેમણે ખુલી રીતે માની લીધું છે કે તેઓ ગરીબી હટાવી શકે તેમ નથી.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમણે કહ્યું કે, શહજાદે સાહેબ ગરીબોના ઘરમાં જાય છે અને મીડિયાને તે ધ્વંસાવશેષ દર્શાવે છે જ્યાં ક્યારેક મહેલ હતા. તેમણે વ્યંગ કર્યો કે શહજાદે કદાચ એવું કહેવા માગે છે કે જુઓ અમારા પુર્વજોએ શું કર્યું.

તેમણે વધુંમાં કહ્યું કે, અર્થશાસ્ત્ર વિશેષજ્ઞ હોવા છતા તે રૂપિયાની કિંમતમાં સતત થઇ રહેલા ઘટાડાને રોકી શકતા નથી. રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, 'વારીસ' ગરીબોના ઘરમાં રાત વિતાવે છે અને મીડિયા તથા વિદેશીઓને આ અતીતનો ભાગ કહીને દેખાડે છે, જ્યારે 35 વર્ષ પહેલા કોંગ્રેસે ગરીબી હટાવોનું સૂત્ર આપ્યું હતું.

મોદીએ કાર્યકર્તાઓને કહ્યું કે, દેશની હાલની સમસ્યાઓ માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે તથા આ સરકારને બેદખલ કરીને દેશનો ઉદ્ધાર કરી શકાય છે. તેમણે કહ્યું કે, દેશની જનતા કેન્દ્રમાં નવી સરકાર ઇચ્છે છે, કારણ કે મનમોહન સરકારે મોંઘવારી અને ભ્રષ્ટાચારને છોડીને કંઇ આપ્યું નથી.

ખાદ્ય સુરક્ષા કાર્યક્રમને લઇને મોદીએ કહ્યું કે સરકાર એવું વિચારે છે કે ખાદ્ય સુરક્ષા બીલ લાવવાથી જરૂરિયાતમંદ લોકો સુધી ખાવાનું પહોંચાડવામાં આવશે.

English summary
Launching a scathing attack on the UPA government over the downturn in economy, falling rupee and corruption , Gujarat Chief Minister Narendra Modi accused the Congress of hiding behind a 'burqa of secularism' to cover its failures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more