For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્દિરા ગાંધીની હિટલર સાથે તુલના પર ભડકી કોંગ્રેસ, કહ્યુ, તે સમયના સૌથી મોટા નેતા

જેટલીએ ઈન્દિરા ગાંધીની તુલના હિટલર સાથે કરી. આના પર વરિષ્ઠ નેતા આનદ શર્માએ જેટલીને જડબાતોડ જવાબ આપતા તેમના આ નિવેદનને હાસ્યાસ્પદ અને અપમાનજનક ગણાવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

દેશની તત્કાલિન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ 25-26 જૂન 1975 ના રોજ દેશમાં કટોકટી લગાવી દીધી હરતી. આજે નાણામંત્રી અરુણ જેટલીએ કોંગ્રેસ અને ઈન્દિરા ગાંધી પર નિશાન સાધ્યુ. જેટલીએ ઈન્દિરા ગાંધીની તુલના હિટલર સાથે કરી. આના પર વરિષ્ઠ નેતા આનદ શર્માએ જેટલીને જડબાતોડ જવાબ આપતા તેમના આ નિવેદનને હાસ્યાસ્પદ અને અપમાનજનક ગણાવ્યુ છે. આનંદ શર્માએ કહ્યુ કે જેટલી આરએસએસ અને ભાજપની વિચારધારાથી આવે છે જે હિટલરનું મહિમામંડન અને ફાંસીવાદનું સ્તુત્ગાન કરે છે.

anand

આ મામલે આગળ બોલતા આનંદ શર્માએ કહ્યુ કે ભાજપ નેતાઓની યાદશક્તિ બહુ ઓછી છે અને તેમને કદાચ ખબર નથી કે તાનાશારહ ચૂંટણીઓ નથી કરાવતા. એક પછી એક ટ્વિટ કરીને આનંદ શર્માએ ભાજપ પર નિશાન સાધ્યુ.

કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીને નિશાના પર લેતા આનંદ શર્માએ કહ્યુ કે, "અરુણ જેટલીની યાદશક્તિ બહુ ઓછી છે. તાનાશાહ ચૂંટણી નથી કરાવતા. ભાજપને યાદ કરાવવું પડશે કે ઈન્દિરા ગાંધીએ સ્વતંત્ર તેમજ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે કટોકટી હટાવી હતી. તે ચૂંટણૂમાં હાર્યા અને તેમણે પૂરી વિનમ્રતાથી હાર સ્વીકારી હતી."

એક ટ્વિટમાં આનંદ શર્માએ કહ્યુ કે, " ઈન્દિરા ગાંધી પોતાના સમયના સૌથી કદાવર નેતા હતા અને લોકતાંત્રિક ઢંગથી નિર્વાચિત લોકપ્રિય પ્રધાનમંત્રી પણ હતા. અરુણ જેટલી દ્વારા ઈન્દિરાજીની તુલના હિટલર સાથે કરવી હાસ્યાસ્પદ અને અપમાનજનક અને ઈતિહાસના તથ્યોને તોડવા મરોડવા સમાન છે."

આનંદ શર્મા આટલેથી ના રોકાયા. તેમણે આગળ કહ્યુ કે, "ઈન્દિરા ગાંધીની નિર્વાચિત સરકારને અસંવિધાનિક અને અલોકતાંત્રિક રીતે અસ્થિર કરવાની કોશિશ કરવામાં આવી હતી. ઈન્દિરા ગાંધીએ પોતે દુઃખ વ્યક્ત કર્યુ હતુ."

ઈન્દિરા ગાંધીની પ્રશંસા કરતા આનંદ શર્માએ કહ્યુ કે, "ભાજપ અને આરએસએસ ઈન્દિરા ગાંધીનું અપમાન ન કરી શકે અને ના તો તેમની શહાદતને ઓછી આંકી શકે. ભારતના લોકો તેમને નાયિકા તરીકે યાદ કરશે."

English summary
Congress hits back at bjp leaders on Emergency remark
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X