• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રેલી પહેલાં કેજરીવાલ વિરૂદ્ધ કોંગ્રેસે ફોડ્યો 'સીડી' બોમ્બ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News
કાનપુર, 1 નવેમ્બર: ફર્રુખાબાદમાં આજે યોજાનારી અરવિંદ કેજરીવાલની રેલી પહેલાં કોંગ્રેસે સીડી જાહેર કરી કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. વિદેશ મંત્રી સલમાન ખુર્શીદની પત્ની લુઇસ ખુર્શીદ અને ઇન્ડિયા અગેન્ટ કરપ્શનના સંયોજક લક્ષ્મણ સિંહ વચ્ચેની વાતચીતની આ ઓડીયો સીડીમાં સિંહ અને લુઇસ વચ્ચે સહમતિ થઇ હોવાની બતાવવામાં આવ્યું છે.

નવભારત ટાઇમ્સ સમાચાર પત્રના જણાવ્યા અનુસાર લક્ષ્મણ સિંહ તરફથી કહેવામાં આવ્યું હતું કે જો સિટી કોંગ્રેસ ચીફ પુન્ની શુક્લાને હોદ્દા પરથી દૂર કરવામાં આવે તો કેજરીવાલની રેલીને રદ કરવામાં આવશે. કોંગ્રેસના આ ખુલાસા પર આઇએસીએ સીડીને બનાવટી હોવાનો દાવો કર્યો છે અને ભષ્ટ્રાચારીઓ દ્રારા કરવામાં આવી રહેલી મનગડત કોશિશ ગણાવી છે.

બુધવારે એક પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ આફતાબ હુસૈને રિપોર્ટમાં આ સીટી વહેંચી હતી. ત્યારબાદ પત્રકાર પરિષદમાં આઇએસી કાર્યકર્તાઓએ આ મુદ્દે કોંગ્રેસ વર્કર વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવાની વાત કરી હતી. આઇએસીની સ્ટેટ વર્કિંગ કમીટીના સભ્ય ઓમેન્દ્ર ભારતે સીડીને બનાવટી ગણાવતાં કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલની પ્રતિભાને ખરાબ કરવા આ સીડી બનાવવામાં આવી છે.

English summary
Congress has dropped a CD bomb on the former RTI activist to weaken his campaign against its senior politician.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X