બિહારમાં કોંગ્રેસ આરજેડી થી અલગ થઇ શકે છે
લોકસભા ચૂંટણી 2019 દરમિયાન કોંગ્રેસ અને તેમના ગઠબંધન દળોની શર્મનાક હાર પછી તેની સાઈડ ઈફેક્ટ પણ જોવા મળી રહી છે. લાલુ યાદવની પાર્ટી આરજેડીમાં તેજસ્વી યાદવ અંગે સવાલ ઉઠવા લાગ્યા છે. તેજસ્વી યાદવને પાર્ટીની અંદર જ બગાવતનો સામનો કરવો પડી રહ્યો છે કારણકે આ વખતે લોકસભા ચૂંટણીમાં આરજેડી એક પણ સીટ જીતી શકી નથી. પરંતુ ગઠબંધનના ખાતામાં એક સીટ ચોક્કસ આવી છે, જેને કારણે પાર્ટીના નેતૃત્વ અંગે સવાલો ઉઠવા લાગ્યા છે.
17મી લોકસભામાં સૌથી વધુ મહિલા સાંસદો, 78 મહિલા જીતી, કોંગ્રેસમાંથી ફક્ત સોનિયા ગાંધી

રાજનૈતિક ભવિષ્ય શોધવામાં લાગી કોંગ્રેસ
હવે એવી પણ ખબર આવી રહી છે કે બિહારમાં કોંગ્રેસ આરજેડી સિવાય પણ બીજું ભવિષ્ય શોધવામાં લાગી છે કારણકે આ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને બિહારમાં કોઈ જ ફાયદો નથી થયો. બિહારમાં 40 સીટોમાંથી 39 સીટો પર એનડીએ જીત્યું છે, જયારે ગઠબંધનથી માત્ર એક કિશનગંજ સીટથી કોંગ્રેસ ઉમેદવારને જીત મળી છે. આવું પહેલીવાર થયું છે કે આરજેડી એક પણ સીટ જીતી શકી નથી.

આરજેડી સાથે ગઠબંધનને કારણે કોંગ્રેસને નુકશાન થયું
કોંગ્રેસ નેતાઓ અનુસાર બિહારમાં વર્ષોથી કોંગ્રેસ અને આરજેડી સાથે રહી પરંતુ તેમને કોઈ લાભ મળ્યો નથી. ઘણીવાર અવસર આપવામાં આવ્યો પરંતુ કંઈક જ મળ્યું નહીં. કોંગ્રેસ નેતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના નેતાઓનું માનવું છે કે જો કોંગ્રેસ આઇજેડીથી અલગ થઈને સ્વતંત્ર રીતે રાજનીતિ કરે તો મુસ્લિમ તેમની સાથે જોડાઈ શકે છે.

આરજેડી પાર્ટીમાં તેજસ્વી અંગે પણ મતભેદ
બિહારમાં આરજેડીનો સફાયો થયા પછી પાર્ટીની કમાન સંભાળી રહેલા તેજસ્વી યાદવ અંગે પણ પાર્ટીના નેતાઓમાં મતભેદ શરુ થઇ ગયો છે. લોકોની માનવું છે કે લાલુ યાદવની ગેરહાજરીનો અસર ચૂંટણીમાં સાફ જોવા મળી રહ્યો છે. તેની પાછળ તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવની તકરાર પણ જવાબદાર છે કારણકે લોકસભા ચૂંટણી પહેલા તેજસ્વી અને તેજ પ્રતાપ યાદવ વચ્ચે ટિકિટ વહેંચણી અંગે મતભેદ જોવા મળ્યો હતો.