પંજાબમાં 10 વર્ષ પછી બનશે કોંગ્રેસની સરકાર
આજે પંજાબમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા છે. બપોરના 12 વાગ્યા સુધીમાં જે પરિણામો બહાર આવ્યા છે તે મુજબ હાલ પંજાબમાં કોંગ્રેસ આગળ છે. નોંધનીય છે કે પંજાબમાં વિધાનસભાની 117 બેઠકો પર ચૂંટણી લડાઇ રહી છે. બપોરના 12 વાગ્યા સુધીમાં આ ચૂંટણીના જે પરિણામો આવ્યા છે તે મુજબ કોંગ્રેસને 72 સીટો મળી છે. તો આપને 26, જ્યારે અકાલી દળ અને ભાજપની ગઠબંધન વાળી સરકારને અત્યાર સુધીમાં ખાલી 18 જ સીટો મળી છે.
જે બતાવે છે કે કોંગ્રેસ દર વર્ષ પછી પંજાબમાં ફરી પોતાની સરકાર બનાવશે. જે કોંગ્રેસ માટે એક સારા સમાચાર છે. હાલ તો કોંગ્રેસી નેતાઓ પંજાબમાં પોતાની જીતની ખુશી ધામધૂમથી મનાવી રહ્યા છે. જો કે બીજી તરફ ભાજપ અને અકાલી દળ અને ભાજપનું આ વખતની પંજાબ ચૂંટણીમાં ખુબ જ ખરાબ પ્રદર્શન રહ્યું છે. જે પ્રજાનો રોષ વ્યક્ત કરે છે. નોંધનીય છે કે આ ચૂંટણીમાં જ્યાં પણ ગઠબંધન કરવામાં આવ્યું છે ત્યાં બન્ને પાર્ટીઓને નુક્શાન વેઠવું પડ્યું છે. તે પછી ઉત્તર પ્રદેશની સપા કોંગ્રેસ હોય કે પંજાબની અકાલી અને ભાજપ હોય.