• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોંગ્રેસ CBIનો દુરુપયોગ કરી રહી છે: ભાજપ

By Super
|

નવી દિલ્હી, 21 માર્ચઃ ભાજપે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર પર ગુરુવારે એવો આરોપ લગાવ્યો છે કે તે પોતાના સહયોગીઓને બળજબરીપુર્વક સમર્થન આપવા માટે મજબૂર કરવા માટે તેમની વિરુદ્ધ સીબીઆઇનો દુરુપયોગ કરી રહી છે. ભાજપ નેતા રાજીવ પ્રતાપ રેડ્ડીએ એક ખાનગી સમાચાર ચેનલને કહ્યું કે એ વાત સાબિત થઇ ચૂકી છે કે યુપીએ સરકાર સત્તા પર બની રહેવા માટે સીબીઆઇનો દૂરપયોગ કરી રહી છે.

તેમણે કહ્યું કે, જ્યારે સહયોગી દળ તેમનાથી અલગ થઇ રહ્યા છે, તે પોતાના અધિકારનો ઉપયોગ તેમની વિરુદ્ધ કરી રહી છે. આ બસપા અને સપાને સ્પષ્ટ સંદેશ છે કે જો તે સરકારનો સાથ છોડશે તો તેમની સામે પણ આવી જ કાર્યવાહી કરવામાં આવશે. આ એક અસ્પષ્ટ ધમકી છે.

ભાજપ પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું, ' સરકાર સીબીઆઇ અને પ્રવર્તન નિદેશાલયના ભરોસે ચાલી રહી છે.' સીબીઆઇએ ડીએમકે પ્રમુખ એમ.કે કરુણાનિધિના પુત્ર એમ.કે.સ્ટાલિનના ઘરે ગુરુવારે રેડ પાડી છે.

આ કાર્યવાહી શ્રીલંકન મુદ્દે કેન્દ્ર સરકારના વલણથી અસંતુષ્ટ થતા ડીએમકે દ્વારા કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએસ સરકારથી અલગ થવાની ઘોષણા કર્યાના બે દિવસ બાદ કરવામાં આવી છે.

ડીએમકેથી અલગ થયા બાદ સપાની ભૂમિકા મહત્વપૂર્ણ થઇ ગઇ છે અને તે સરકાર પાસે સ્ટીલ મંત્રી બેની પ્રસાદ વર્માના રાજીનામાની માંગ કરી રહી છે. સપા પોતાના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ પર તેના દ્વારા સાર્વજનિક રીતે આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવતા નારાજ છે.

English summary
BJP on Thursday accused the Congress-led UPA of misusing the CBI to threaten its allies into forcibly supporting them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more