ભાજપને કોંગ્રેસ જ હરાવી શકે છેઃ ચિંતન શિબિરમાં બોલ્યા રાહુલ ગાંધી
જયપુરઃ રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસનો ત્રણ દિવસીય ચિંતન શિબિરન સમાપન થઈ ગયુ છે. ત્રણ દિવસના મંથન બાદ કોંગ્રેસે 2024ની પોતાની રાજકીય વાપસીની લડાઈનો રોડમેપ તૈયાર કરી લીધો છે. ચિંતન શિબિરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોટુ નિવેદન આપીને કહ્યુ કે જો કોઈ પક્ષ ભાજપને હરાવી શકે છે તો તે માત્ર કોંગ્રેસ પાર્ટી જ છે.
વાસ્તવમાં, રાહુલ ગાંધીએ રવિવારે ભાજપ નિશાન સાધીને કહ્યુ કે આરએસએર-ભાજપની વિચારધારા દેશ માટે જોખમ છે. મોદી સરકારની નોટબંધી અને જીએસટીથી દેશની કમર તૂટી ગઈ છે. હવે લોકો સતત મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ સામે લડી રહ્યા છે. તેમણે કહ્યુ કે ભાજપને જો કોઈ હરાવી શકે છે તો તે માત્ર કોંગ્રેસ છે.
તમને જણાવી દઈએ કે રવિવારે કોંગ્રેસના ચિંતન શિબિરના અંતિમ દિવસે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યુ કે આપણુ પ્રદર્શન સુધારવા માટે અમને કોઈ શોર્ટકટની જરૂર નથી. આપણેૈ સખત મહેનતની જરૂર છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે કોંગ્રેસની લોકપ્રિયતા લોકોમાં જળવાઈ રહે તે માટે આપણેૈ ફરીથી તે બધુ કરવુ પડશે. આપણે સ્વીકારવુ પડશે કે લોકો સાથેના આપણા સંબંધો તૂટી ગયા છે. તેને પુનર્જીવિત કરવા પડશે. આ માટે આપણે સખત મહેનત કરવી પડશે.
કોંગ્રેસ ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીએ એમ પણ કહ્યુ કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે આપણા સંગઠનમાં શામેલ પરિવારના સભ્યોની સંખ્યાને મર્યાદિત કરીએ અને તેમને કામ કરવાની તક આપીએ. તેમને પક્ષને અનુરૂપ વિકાસ કરવા દો અને તેમને સંગઠનમાં જોડાવા દો. પરંતુ એક પરિવારના 5 થી 7 સભ્યો સંસ્થામાં હોય તેવી સ્થિતિ ન હોવી જોઈએ.