For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Karnataka Floor Test: ફ્લોર ટેસ્ટમાં પાસ થયા કુમારસ્વામી, બીજેપીએ કર્યું વોકઆઉટ

કર્ણાટક વિધાનસભામાં આજે કોંગ્રેસ અને જેડીએસ માટે મોટો દિવસ છે. બંને પાર્ટીની ગઠબંધનની સરકારનું આજે સદનમાં બહુમત પરીક્ષણ છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટક વિધાનસભામાં આજે કોંગ્રેસ અને જેડીએસ માટે મોટો દિવસ છે. બંને પાર્ટીની ગઠબંધનની સરકારનું આજે સદનમાં બહુમત પરીક્ષણ છે. કોંગ્રેસ અને જેડીએસ માટે પડકાર છે કે આજે તેઓ સદનમાં પોતાનો બહુમત સાબિત કરે. આ પહેલા યેદુરપ્પા સરકારે સદનમાં બહુમત સાબિત કરતા પહેલા જ રાજીનામુ આપી દીધું હતું. ત્યારપછી કોંગ્રેસ અને જેડીએસ ઘ્વારા ભેગા મળીને સરકાર બનાવી અને એચડી કુમારસ્વામી ઘ્વારા મુખ્યમંત્રી તરીકે શપથ પણ લેવામાં આવી.

Karnataka Floor Test

Newest First Oldest First
4:12 PM, 25 May

કર્ણાટક સીએમ કુમારસ્વામીએ વિશ્વાસ મત પાસ કર્યો. કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન પક્ષમાં 117 વોટ મળ્યા.
4:11 PM, 25 May

અમે ખેડૂતોના દેવા માફ કરવાના મુદ્દે વિધાનસભાથી વોકઆઉટ કર્યું. 28 મેં દરમિયાન આખો પ્રદેશ બંધ રહેશે: આર અશોક (બીજેપી નેતા, કર્ણાટક)
3:53 PM, 25 May

ભાજપ દળના નેતા બીએસ યેદુરપ્પા આજે કર્ણાટક વિધાનસભામાં વિપક્ષ દળના નેતા પસંદ કરવામાં આવ્યા. બીએસ યેદુરપ્પા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો સીએમ કુમારસ્વામી ખેડૂતોનું દેવું માફ નહીં કરે તો તેઓ 28 મેં દરમિયાન રાજ્યભરમાં બંધનું એલાન કરશે.
3:51 PM, 25 May

ભાજપે સદનથી વોકઆઉટ કર્યું. ભાજપના વોક આઉટ અંગે પહેલાથી જ કયાસ લગાવવામાં આવી રહ્યા હતા.
3:00 PM, 25 May

સૂત્રો અનુસાર બીજેપી ટ્રસ્ટ વોટ પ્રસ્તાવ પછી સદનમાંથી વોક આઉટ કરી શકે છે 222 સંસદીય વિધાનસભામાં કોંગ્રેસ અને જેડીએસ પાસે કુલ 117 વિધાયકોનું સમર્થન છે. જેમાં જેડીએસ 37, કોંગ્રેસ 78 અને 2 અન્ય વિધાયક પણ શામિલ છે. જયારે બીજેપી પાસે ફક્ત 104 વિધાયકો છે.
2:21 PM, 25 May

કર્ણાટક વિધાનસભામાં સીએમ કુમારસ્વામી ઘ્વારા વિશ્વાસ મત પ્રસ્તાવ રજુ કરવામાં આવી ચુક્યો છે. પ્રસ્તાવ પર વોટિંગ થવા જઈ રહી છે. આ પહેલા તેમને સદનમાં સંબોધન કર્યું કે વિશ્વાસ મત બીજેપી પક્ષમાં ના હતો.
1:59 PM, 25 May

કુમારસ્વામીએ રમેશ કુમારને સ્પીકર બનવા માટે શુભેચ્છા આપી. તેમને કહ્યું કે રમેશ કુમારે પોતાની ક્ષમતા સાબિત કરી.
12:40 PM, 25 May

પૂર્વ સ્પીકર અને સ્વાસ્થ્ય મંત્રી કે આર રમેશ કર્ણાટક વિધાનસભામાં સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા.
12:35 PM, 25 May

કર્ણાટક વિધાનસભામાં થોડા જ સમયમાં શરૂ થશે શક્તિ પ્રદર્શન, બીજેપીએ સ્પીકર માટે પોતાના ઉમેદવારનું નામ પાછું ખેંચ્યું.
12:22 PM, 25 May

કર્ણાટકમાં કોંગ્રેસ વિધાયકોની બેઠક શરૂ. આપણે જણાવી દઈએ કે આજે સ્પીકરની પસંદગી કર્યા પછી કોંગ્રેસ અને જેડીએસ પોતાનો બહુમત સાબિત કરશે. બંને પાર્ટી પાસે જરૂરી વિધાયકો હોવાને કારણે સીએમ કુમારસ્વામીનો રસ્તો અહીં સરળ છે.
10:31 AM, 25 May

બહુમત પરીક્ષણ સાબિત કરતા પહેલા મુખ્યમંત્રી કુમારસ્વામી એ મીડિયા સાથે વાતચિત દરમિયાન જણાવ્યું કે મને કોઈ ટેંશન નથી અમે બહુમત સાબિત કરી દઇશુ.
10:29 AM, 25 May

વિધાનસભાની કાર્યવાહી બપોરે 12.15 વાગ્યે શરૂ થશે જયારે બપોરે 2 વાગ્યે મુખ્યમંત્રી કુમારસ્વામી સદનમાં વિશ્વાસ પ્રસ્તાવ રજુ કરશે.
10:28 AM, 25 May

ખબર આવી રહી છે કે બીજેપી પાસેથી સત્તા છીનવીને કોંગ્રેસ અને જેડીએસ ના હાથમાં સત્તા અપાવનાર કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર નારાજ છે. ડેપ્યુટી સીએમ માટે તેમનું નામ પણ ચર્ચામાં હતું. પરંતુ છેલ્લે જી. પરમેશ્વરા બાજી મારી ગયા.
10:26 AM, 25 May

કર્ણાટકમાં કુમારસ્વામી વિશ્વાસ મત મેળવી લેશે તેવી સંભાવના છે. પરંતુ તેમના માટે મંત્રીમંડળનો વિસ્તાર કરવો ખુબ જ કઠિન રહેશે.

English summary
Congress JDS government in Karnataka assembly floor test live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X