For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ પાંચ રાજ્યોમાં JMM સાથે મળીને ચૂંટણી લડશે

|
Google Oneindia Gujarati News

cong-jmm-meet
નવી દિલ્હી, 6 જુલાઇ : ઝારખંડમાં નવી સરકાર બનાવવા માટે કોંગ્રેસ અને જારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)એ હાત મિલાવ્યા બાદ હવે પાંચ રાજ્યોમાં ચૂંટણી લડવા માટે પણ તેમણે પરસ્પર સમજૂતી દર્શાવી છે. આ નિર્ણયથી લાગી રહ્યું છે કે જેએમએમ પ્રમુખ શિબૂ સોરેનના દીકરા હેમંત સોરેનની મુખ્યમંત્રી બનવાની ઇચ્છા ઢઝડપથી પૂર્ણ થશે.

શુક્રવારે સાંજે તેઓ આ મુદ્દે કોંગ્રેસના પ્રભારી બી કે હરિપ્રસાદને મળવા માટે પહોંચ્યા હતા. મુલાકાત થોડી મીનિટો ચાલી હતી. મીટિંગ પૂરી થયા બાદ બહાર આવીને તેમણે જાહેરાત કરી હતી કે તેઓ ઝારખંડમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે જઇ રહ્યા છે. જ્યાં સુધી વિશ્વાસ મતનો પ્રશ્ન છે તો તેમને હાથનો સાથ છે.

આ જાહેરાત બાદ તરત કોંગ્રેસે પણ પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. આ પ્રેસ રિલીઝમાં તેમણે જેએમએમને સમર્થન આપવાની વાત કરી છે. આ સાથે બંને પાર્ટીઓએ ઝારખંડ ઉપરાંત અન્ય પાંચ રાજ્યોમાં સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યો છે.

82 સભ્યોની ઝારખંડ વિધાનસભામાં જાદુઇ આંકડો 42નો છે. જેએમએમના 18 અને કોંગ્રેસના 13 સભ્યો ઉપરાંત છ અપક્ષ ધારાસભ્યો પણ તેમની સાથે છે. આમ છતાં આરજેડીના 5 સભ્યોની મદદ વિના જેએમએમની સરકાર બની શકે એમ નથી. બીજી તરફ કોંગ્રેસ અત્યારથી લાલુ સાથે ઉભી રહીને બિહારમાં પોતાનો ખેલ બગાડવા માંગતી નથી. આ કારણે તે સરકારમાં સાથે રહીને પણ આરજેડીથી દીર રહેશે.

English summary
Congress joined hand with JMM for five states elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X